ઇન્ટરનેશનલ

રશિયાના રાષ્ટ્રપતિને મળ્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ: પુતિને મોદીને પાઠવ્યું આમંત્રણ…

મોસ્કો: ચીન અને રશિયાના નજીક આવી રહેલા સબંધની વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પુતિને સેન્ટ પીટર્સબર્ગમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે રૂબરૂ મુલાકાત કરી અને ત્યારબાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિક્સ સમિટ માટે રશિયા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. પુતિને બ્રિક્સ દરમિયાન ભારતીય પીએમ મોદી સાથે અલગ-અલગ દ્વિપક્ષીય વાટાઘાટો કરવાની વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને આદેશ પણ આપ્યા હતા.

આ પણ વાંચો : PM Modi ના સ્થાને એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે, આખરી સમયે કરાયો બદલાવ…

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જુલાઈમાં પીએમ મોદીએ રશિયાની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અનેક વૈશ્વિક, પ્રાદેશિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી. રશિયન સરકારી એજન્સી તાસના સમાચાર અનુસાર, પુતિને બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠકની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રાષ્ટ્રપતિએ ભારતીય વડા પ્રધાનની મોસ્કોની મુલાકાત દરમિયાન થયેલા કરારોને અમલમાં મૂકવાના સંયુક્ત પ્રયાસોના પરિણામોનો સારાંશ આપવા માટે આ બેઠક બોલાવવાની ઓફર કરી છે.

રશિયન સરકારી એજન્સી તાસના અનુસાર પુતિને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત કુમાર ડોભાલ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે “અમે કઝાનમાં ભારતીય વડા પ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા છીએ. મારુ સૂચન છે કે આપણે 22 ઓક્ટોબરે દ્વિપક્ષીય બેઠક પણ કરીએ.”

આ પણ વાંચો : PM Modi અને  અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં યોજાઇ બેઠક

મોદીની યુક્રેન યાત્રાનો ઉલ્લેખ:
રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરીને અજિત ડોભાલે પીએમ મોદીની તાજેતરની યુક્રેન મુલાકાત વિશે જાણકારી આપી હતી. આ દરમિયાન પુતિનને પીએમ મોદીના યુક્રેન મુદ્દે માહિતીની આપલે કરીને તે માટે આગળની તૈયારીઓ કરવાના પીએમ મોદીના સંદેશની જાણકારી આપી આવી હતી. અજીત ડોભાલે પીએમ મોદી વતી રાષ્ટ્રપતિ પુતિનને અભિનંદન પાઠવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…