જૈન મરણ
મોટી પાનેલી હાલ મુંબઇ સ્વ. વસંતરાય પ્રભુદાસ શેઠના ધર્મપત્ની ગં. સ્વ. લતાબેન (ઉં. વ. ૮૫) તે ધીરેન અને કમલેશના માતુશ્રી. નિતાબેન તથા ઉર્વીના સાસુ. કરણ, નિલય, શ્ર્વેતા, નિયતીના દાદી. સ્વ. સરલાબેન જયંતીલાલ વસાના ભાભી. પિયર પક્ષે ગોવિંદજી હિરાચંદ વોરાની દિકરી તા. ૧-૧૦-૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના સમીર કિરણ સતરા (ઉં. વ. ૪૩) તા. ૨૯-૯-૨૩ના અવસાન પામેલ છે. કુસુમબેન કિરણ નાનજીના સુપુત્ર. દિપાના પતિ. ભીંસરા શીતલ રોહીત મુલચંદ સાવલાના ભાઇ. છસરા હેમલતા રમણીક વીરજી ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કુસુમ કિરણ સતરા, એ/૨૦૨, શારદા પેલેસ, નવઘર-વસઇ રોડ, વસઇ (વે.) ૪૦૧૨૦૨.
બાડાના શ્રી તુષાર (તારાચંદ) કલ્યાણજી ગડા. (ઉં. વ. ૬૮) તા.૨૭-૯-૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન કલ્યાણજીના પુત્ર. ઉષાના પતિ. પ્રેમલ, રૂપલના પિતા. રતિલાલ, ચંદ્રકાંત, નરેન્દ્ર, મણીબેન, ચંચળબેન, કોકીલાબેનના ભાઈ. મણીબાઈ દામજીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઈ), સમય ૩.૩૦ થી ૫.
મોખાના પુરબાઇ (આજી) શામજી માલશી છેડા (ઉં. વ. ૮૭) તા. ૩૦-૯-૨૩ના દેહ પરીર્વતન કરેલ છે. માતુશ્રી કુંવરબાઇ માલશી પાંચારીયાના પુત્રવધૂ. શામજીના પત્ની. ઝવેર, નવિનના માતાજી. ગેલડા સુંદરબેન રવજી જેઠા, ભોરારા કુંવરબાઇ મોણશી કાંયાની સુપુત્રી. ગેલડા વિશનજી, દેવજી, મુલચંદ, ભુજપુરના મણીબાઇ રામજી, કપાયા લક્ષ્મીબેન રામજી, કારાઘોઘાના ઉમરબાઇ હંસરાજ, ભોરારાના લાલજી, મકાંબાઇ, રતનબાઇ, ગંગાબેનના બહેન. પ્રાર્થના : શ્રી વ.સ્થા.જૈન શ્રા. સંઘ સં. કરસન લધુ નીસર હોલ, બપોરે ૪ થી ૫.૩૦.
ભોજાય હાલે ગંજબાસુદા મ.પ્ર.ના ચાંપશી કુંવરજી ગાલા (ઉં. વ. ૮૩) તા. ૨૯-૯-૨૩ ના અવસાન પામ્યા છે. માતુશ્રી મુલબાઇ કુંવરજી જીવરાજના સુપુત્ર. ભારતીના પતિ. હર્ષા, રીટા, મિતેષના પિતા. ભોજાયના રતનશી, તલકશી, ખેતશી, હીરજી, ડુમરાના વિજયા અમૃતલાલ કારણી, દેવકાંબાઇ હીરજી કારાણી, સાભરાઇના હેમલતા ખીમજી ગડાના ભાઇ. ખારૂઆ હાલે કાલાપીપર મ.પ્ર.ના માલબાઇ ધનજી આસુ ગડાના જમાઇ. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી. પ્રાર્થના : સોમવાર, તા. ૨-૧૦-૨૦૨૩ ના મુલીબાઇ ધર્મશાળા, ગંજબાસોદામાં બપોરે ર થી ૩. નિ. મિતેષ ચાંપશી ગાલા, નહેરૂ ચોક, જૈન મંદિર ગલી, ગંજબાસોદા (એમ.પી.), પીન-૪૬૪૨૨૧.
ઝાલાવડી દશા શ્રીમાળી શ્વેતામ્બર જૈન
હળવદ નિવાસી હાલ અંધેરી ગં. સ્વ ભાનુબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. અનુભાઈ ભોગીલાલ મહેતાના ધર્મપત્ની. સ્મિતાબેન દીપકભાઈ, નીરુબેન (મિત્તલ) અતુલભાઈ, શૈલાબેન નિમિષભાઇ, હિરેનબેન હિતેષભાઇ, પિન્કીબેન પ્રશાંતભાઈ, પ્રિયેશભાઈના માતુશ્રી. આર્યન તથા સૂચિના દાદા. સ્વ. અમૃતલાલ છગનલાલ મોદી રાણપુરના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૨/૧૦/૨૩ ના સવારે ૧૦ થી ૧૨ કલાકે જલારામ હોલ, એન એસ રોડ ૬, જે વિ પી ડી સ્કીમ, હાટકેશ સોસાયટી, વિલેપાર્લ વેસ્ટ.
શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ મનફરાના માતુશ્રી વેજીબેન ભૂરા પરબત સાવલાના સુપુત્ર પુનશી (ઉં. વ. ૭૩) ગુરુવાર ,તા.૨૮-૯- ૨૩ના મુંબઈ અવસાન પામેલ છે. પ્રેમિલાબેનના પતિ. અરવિંદ, સવિતા, રેખા, ભારતી, ડિમ્પલના પિતાશ્રી.પ્રીતિ, શાંતિલાલ, સ્વ.પ્રેમજી, દિનેશ, જીતુના સસરા. વેલજી, સ્વ.જીવુબેનના ભાઈ. સ્વ રતનબેનના દિયર. મનફરાના સ્વ. રાજીબેન વેલજી નોંઘા ગડાના જમાઈ. પ્રાર્થનાસભા: સોમવાર ૨-૧૦-૨૩. પ્રા. ટા.૨ થી ૩.૩૦ બપોરે. પ્રા.સ્થળ. કામલબેન વેલજી ભૂરા સત્રા અજરામર જૈન ધર્મ સ્થાનક, એમ.એન. રોડ, નવીન સિરામિકસની ઉપર, બેલબજાર કુર્લા (વેસ્ટ).
વિશા શ્રીમાળી જૈન
(નવાગામમોટા) શાહ વનમાળીદાસ ગાંડલાલની સુપુત્રી અ. સૌ. મંજુલાબેન (ઉં. વ. ૭૭) તે અનંતરાય જુઠાલાલ શાહ દાઠાવાળાના ધર્મપત્ની. તે રમેશ, મનહર, સુરેશ, નીતીન, સ્વ. હસુમતીબેન, સ્વ. મંગળાબેન, તારાબેન, કુસુમબેન, શ્રાદ્ધી ભગવંત શ્રી જ્ઞાનકલાશ્રીજી, કૈલાસબેન, ભદ્રાબેન, રંજનબેનના બેન ભાવનગર મુકામે અવસાન પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી જૈન
વઢવાણ હાલ વિલેપાર્લે સ્વ. કાંતાબેન હિંમતલાલ ચૂડગરના સુપુત્ર બિપીનભાઇ (ઉં. વ. ૬૯) તે સ્વ. અમિતાબેનના પતિ. ઋષભ તથા જીનેશના પિતા. તે સ્વ. મહેન્દ્રભાઇ (કનુભાઇ), અનિલભાઇ, સુધાબેન, જયશ્રીબેન, રમીબેન તથા વર્ષાબેનના ભાઇ. તે સ્વ. મંજુલાબેન ચીમનલાલ શાહના જમાઇ. રવિવાર, તા. ૧-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૩-૧૦-૨૩ના બપોરે ૩થી૫. ઠે. ગુર્જર સુતાર વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લા (વેસ્ટ).
વાગડ બે ચોવીસી સ્થા. જૈન
સ્વ. ધનસુખલાલ અમરશી વીરજી મોરબીયા મુંબઇ દાદર (નાની રવ) (ઉં. વ. ૬૮) સ્વ. મંજુલાબેન અમરશી મોરબીયાનાં પુત્ર. પુષ્પાબેનના પતિ. કુંજન અને નીલના પિતા. દિનેશ, ચંદ્રકાંત , મધુ, નીતા, જીનાના મોટાભાઇ. પૂનલ, રૂચીના સસરા. સ્વરૂપચંદ સોમચંદ દોશી (પાટણ)ના જમાઇ. શનિવાર, તા. ૩૦-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨-૧૦-૨૩ના બપોરે ૩-૩૦થી ૫.ઠે. ગુર્જરવાડી-૧લે માળે, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે.રે.) ગુડલક જનરલ સ્ટોસ, ભવાની શંકર રોડ, દાદર.