ફડણવીસની ગેરહાજરીમાં શિંદે અને અજિત પવારની વર્ષા બંગલોની બેઠકમાં શું રંધાયું? રાજકારણ ગરમાયું…
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તમામ રાજકીય પક્ષોએ પ્રવાસો, બેઠકો, સંવાદો શરૂ કરી દીધા છે. દરમિયાન મોડી રાત્રે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, સાંસદ પ્રફુલ પટેલ, મંત્રી દાદા ભુસે અને મંત્રી ઉદય સામંત વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક વર્ષા બંગલે યોજાઈ હતી. જો કે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગેરહાજર રહેતાં વિવિધ ચર્ચાઓ શરુ થઇ છે. આ કદાચ પહેલી બેઠક હશે, જેમાં ફડણવીસ હાજર નહોતા.
આ પણ વાંચો : Maharashtra Assembly Elections: પિતા અને પુત્રી વચ્ચે થશે ચૂંટણીનો જંગ?
વિધાનસભા ચૂંટણીના બ્યુગલ્સ ગમે ત્યારે વાગી શકે છે. તે પૃષ્ઠભૂમિ પર તમામ પક્ષોએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની મુંબઈ મુલાકાત દરમિયાન બેઠકમાં લોકસભામાં થયેલી ભૂલો ટાળવા, મધ્યસ્થતા દ્વારા ગઠબંધનમાં બેઠકોના અણબનાવને ઉકેલવા સૂચનાઓ આપવામાં આવી હતી.
અમિત શાહે વિપક્ષના ખોટા નિવેદનોને વખોડી નાખી સરકાર દ્વારા આયોજિત સારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા સૂચનાઓ આપી હોવાની માહિતી સામે આવી છે. મંત્રી દાદા ભુસે, ઉદય સામંત અને પૂર્વ મંત્રી વિજય શિવતરે મુખ્યમંત્રી મારી લાડકી બહેન કુટુમ્બ અભિયાન માટે તૈયાર કરાયેલ અહેવાલ સુપ્રત કરવા મુખ્યમંત્રી પાસે ગયા હતા.
ચારેય વચ્ચે વર્ષા બંગલામાં મિટિંગ ચાલી રહી હતી. આ સમયે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ ‘વર્ષા’માં આવ્યા હતા. ત્યાં ગણપતિના દર્શન કર્યા બાદ તેમણે આ સભામાં ભાગ લીધો હતો.
આ અભિયાનના પ્રચાર અને પ્રસારને લઈને ચાલી રહેલી આ બેઠકમાં મહાયુતિના બે મુખ્ય પક્ષના નેતાઓ હાજર હતા, પરંતુ ભાજપના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં હોવા છતાં હાજર ન રહેતાં વિવિધ રાજકીય ચર્ચાઓ શરુ થઈ હતી.
આ પણ વાંચો : રિઝર્વેશન મુદ્દે રાહુલ પર ભડક્યા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કહ્યું કે…
અત્યાર સુધી ‘વર્ષા’માં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેની રાત્રિ બેઠકોમાં દેવેન્દ્ર ફડણવીસ હંમેશા હાજર રહેતા હતા. બંધ દરવાજા પાછળ ત્રણેય કલાકો સુધી ચર્ચા કરતા. પરંતુ આ વખતે દેવેન્દ્ર ફડણવીસ વિના આ પ્રથમ બેઠક મળી હતી.
એવી માહિતી બહાર આવી રહી છે કે આ બેઠકમાં શિવસેના અને એનસીપી કોંગ્રેસે મુખ્યત્વે જ્યાં તેઓ ચૂંટણીમાં સામસામે છે તે બેઠકો પર ચર્ચા કરી હતી. તેમાં મુંબઈ, પુણે, નાસિક અને પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક સ્થળોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજના અભિયાન, બેઠક ફાળવણીની સમાનતા દ્વારા અણબનાવને ઉકેલવા સંબંધિત બેઠકમાં મહાયુતીના મુખ્ય નેતા દેવેન્દ્ર ફડણવીસ હાજર ન હોવાથી ઘણા લોકોના ભવા તણાયા છે.
દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં હોવા છતાં મીટિંગમાં નહોતા. હવે મહાયુતીમાં વાસ્તવમાં શું ચાલી રહ્યું છે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે. આ પહેલા પણ આ યોજનાઓની જાહેરાતમાં મહાયુતીના મુખ્ય નેતાઓના ફોટા ન હોવાના કારણે ચર્ચા થઇ હતી.
ગઈકાલની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસની ગેરહાજરી નોંધનીય છે. આનાથી મહાયુતીમાં બધું ઠીક છે કે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.