ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (13-09-24): કન્યા, તુલા સહિત આ ત્રણ રાશિના જાતકોને મળશે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ…

મેષ રાશિના જાતકોએ આજે લેવડ-દેવડના મામલામાં ખાસ સાવધાની રાખવાનો રહેશે. આજે તમે ઘરે કોઈ નવું વાહન વગેરે લાવી શકો છો. કોઈ કામ માટે કોઈ વ્યક્તિ, સંસ્થા કે બેંક પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આજે એ પણ સરળતાથી મળી જશે. તમે તમારા પિતા પાસેથી કેટલીક વ્યવસાયિક વિશિષ્ટતાઓ અંગે ટિપ્સ લઈ શકો છો. રાજકારણમાં જોડાવું સારું રહેશે. તમારા સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે તમારો ઝઘડો થઈ શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકોએ આજે પોતાના નિર્ણય વિશે ફરી વિચાર કરવાની જરૂર છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જો કોઈ કામમાં અવરોધ આવી રહ્યા હતા તો આજે એ પણ દૂર થઈ રહ્યા છે. પિતા સાથે કોઈ કામ અંગે વાત કરી શકો છો. સંપત્તિને લઈને તમારા ભાઈઓ વચ્ચે થોડો મતભેદ રહેશે. જો તમે ટ્રિપ પર જાઓ છો, તો તમારા કીમતી સામાનની સલામતીની ખાતરી કરો. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. કેટલાક અજાણ્યા લોકોથી અંતર જાળવવું વધુ સારું રહેશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમારે તમારી વાણી અને વર્તન બંને પર કાબુ રાખવાની જરૂર છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો હશે તો ચુકાદો તમારી તરફેણમાં આવી શકે છે. તમારા ભાઈઓ અને બહેનો તમારા કામમાં તમને પૂરો સાથ આપશે, પરંતુ તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમારે વ્યવસાય સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે. જો તમારે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે, તો તમારી વચ્ચે ધીરજ રાખો. તમારા મનમાં થોડી મૂંઝવણ રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાનું ટાળવું પડશે. કામના સ્થળે આજે સભ્યો તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે. તમે નવું મકાન, ઘર, દુકાન વગેરે ખરીદી શકો છો. પરિવારના કોઈ સદસ્ય દ્વારા બોલવામાં આવેલી કોઈ વાતથી તમને ખરાબ લાગશે, પરંતુ તેમ છતાં તમે તેમને કંઈ નહીં કહેશો. તમે તમારા મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમે તમારા ઘરેલું જીવનમાં ખુશ રહેશો. નોકરી માટે થઈને આજે તમે પરિવાર સાથે ચર્ચા કરશો.

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. સામાજિક ક્ષેત્રોમાં તમે નવા લોકો સાથે વાતચીત કરશો. જો તમને તમારા પરિવાર તરફથી કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળશે તો તમે ખૂબ જ ખુશ થશો. જો તમારી માતા તમને કોઈ વિનંતી કરે તો તમારે તેને સમયસર પૂરી કરવી જોઈએ. તમારે તમારી આસપાસ રહેતા લોકોથી અંતર જાળવવું પડશે. તમારી ઉતાવળના કારણે તમે તમારા કામમાં કેટલીક ભૂલો કરી શકો છો. લવ લાઈફ જીવતા લોકોમાં નવીનતા આવશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં આજે વૃદ્ધિ થઈ રહી છે. આજે તમારે તમારી આવક પર ખાસ ધ્યાન આપવું પડશે. પરિવારમાં આજે લોકો તમારા કામમાં પૂરતો સાથ-સહકાર આપશે. તમે તમારા ઘરની સજાવટ પર સારી રકમ ખર્ચ કરશો. સંતાનને નવી નોકરી મળી શકે છે. તમારે તમારી ઉર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ કરવો પડશે. કરિયરમાં પ્રગતિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે. આજે તમારા માટે કેટલાક નવા દુશ્મનો ઉભા થઈ શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ કામને લઈને ચિંતિત હતા, તો તે પણ પૂર્ણ થઈ શકે છે. જો તમે કોઈની પાસેથી પૈસા સંબંધિત કોઈ મદદ લો છો, તો તમને તે પણ સરળતાથી મળી જશે. તમારે ધંધામાં કોઈ ઉતાવળ બતાવવાનું ટાળવું પડશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે તમે તમારે વરિષ્ઠ લોકોની વાત પર ખાસ ધ્યાન આપવું પડશે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હશે તો એનો ઉકેલ આવી રહ્યો છે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે. વિદેશમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓને તમારા સંબંધીઓ સાથે વાત કરતા પહેલા સારી રીતે વિચારવું પડશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેવાનો છે. વૈવાહિક જીવનમાં આજે ખુશહાલીઓ આવશે. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે કોઈ વાતને કારણે વિવાદમાં પડશે. શેરબજારમાં પૈસાનું રોકાણ કરવું તમારા માટે સારું રહેશે, પરંતુ તમારે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચવું પડશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. તમે વ્યવસાયિક હેતુ માટે ક્યાંક બહાર જઈ શકો છો. તમારા આહારમાં ફેરફારને કારણે તમને લીવર સંબંધિત કેટલીક સમસ્યા થઈ શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળમાં કે લાગણીશીલ થઈને કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. આજે વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે, નહીં તો અકસ્માત થઈ શકે છે. સંતાનના વર્તનમાં આવેલા ફેરફારને કારણે તમને થોડી મુશ્કેલી પડી શકે છે. આજે દૂર રહેતાં કોઈ સભ્યની યાદ આવશે એને તમે એમને મળવા પહોંચી જશો. સહકર્મચારીઓની વાતનો વિરોધ કરવાથી બચવું પડશે. મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. પૈસો કોઈ જગ્યાએ ખોવાઈ ગયા હશે તો તે પણ પાછા મળી રહ્યા છે. નવું કામ શરૂ કરવા વિશે વિચારશો. સાસરિયા તરફથી આજે તમને આર્થિક લાભ થશે. પૈસા સંબંધિત બાબતોમાં આજે ખાસ સાવધાની રાખવી પજશે. પરિવારની કઈ પણ જવાબદારી આવતીકાલ પર ટાળવાનું ટાળવું પજશે. પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં ડોક્યમેન્ટ્સ બરાબર તપાસી લો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી રાખવાનો રહેશે. આજે તમારે કોઈની વાતમાં આવીને નિર્ણય લેવાનું ટાળવું પડશે. પરિવારમાં જો કોઈ સમસ્યા કે કંઈ આવી રહ્યું હશે તો એ માટે પરિવારવા વડીલ સાથે વાત કરવી પડશે. વિદ્યાર્થીઓ જો કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યો હતા તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે. માતાને પગ સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે. આજે તમને તમારા ભાઈ-બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. તમે પરિવારના કોઈ સભ્યને વચન આપી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button