ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Kuber Devની મનપસંદ છે આ રાશિઓ, નથી થવા દેતા ક્યારેય ધનની કમી….

જ્યોતિષશાસ્ત્રમાં કુબેર દેવની મહિમા ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યો છે. કુબેર દેવને ધનના દેવતા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કુબેર દેવ જે વ્યક્તિ પર મહેરબાન કે પ્રસન્ન થઈ જાય તેમને ક્યારેય ધનની અછત નથી વર્તાતી. આજે અમે અહીં તમને એવી જ કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમના પર કુબેર દેવની વિશેષ કૃપા રહે છે તેમને ક્યારેય ધનની કમી નથી વર્તાતી. સનાતન ધર્મ અનુસાર જે રીતે મા લક્ષ્ની ધનના દેવી છે એ જ રીતે કુબેર દેવ પણ ધનના દેવ છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં મા લક્ષ્મીની સાથે સાથે કુબેર દેવની પૂજા કરવાનું જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમના પર કુબેર દજેવ મહેરબાન હોય છે-

તુલાઃ

Trigrahi Yog is happening, Golden Period will start for these three zodiac signs...

તુલા રાશિ કુબેર દેવની મનપસંદ રાશિમાંથી એક છે. આ રાશિના જાતકો પોતાના કામને સમર્પિત હોય છે અને મહેનતુ હોય છે. તેઓ જે કામ હાથમાં લે છે તેને પૂરું કરીને જ માને છે. સ્વભાવથી નમ્ર પણ પોતાના લક્ષ્યને લઈને આ રાશિના લોકો ખૂબ જ અડગ હોય છે. ભગવાન કુબેરની આ રાશિના જાતકો પર મહેર રહે છે. એવું કહેવાય છે કે કુબેર દેવ ક્યારેય આ રાશિના જાતકોને ધનની કમી નથી થવા દેતા.

આ પણ વાંચો : આજનું રાશિફળ (12-09-24): મેષ, વૃષભ અને કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધામાં વૃદ્ધિ કરશે

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે. આ રાશિના જાતકોની નિયત ખૂબ જ સાફ હોય છે અને પરિશ્રમ કરવામાં માને છે. તેઓ વ્યર્થ દેખાડો કરવામાં નથી માનતા. બીજાની મદદ કરવા માટે તેઓ હંમેશા આગળ રહે છે. આ લોકો જ્યાં પણ જાય છે ત્યાં માન-સન્માન મેળવે છે. આ રાશિના લોકોની મહેનત અને લગન જોઈને કુબેર દેવ પણ તેમના પર ખૂબ જ પ્રેમ વરસાવે છે. આ રાશિના લોકો હંમેશા ધનના ઢગલાંમાં આળોટે છે.

કર્કઃ

The people of this zodiac sign will live like a king for the next two days.


કર્ક રાશિ પણ કુબેર દેવની પ્રિય રાશિમાંથી એક છે. આ રાશિના જાતકો બુદ્ધિવાન હોય છે અને તેઓ પોતાની બુદ્ધિમતાનો ઉપયોગ હંમેશા લોકોની ભલાઈ કરવા માટે કરે છે. મિત્રો અને સંબંધીઓ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર રહે છે. પૈસા બચાવવાને બદલે તેનો સત્કાર્યમાં ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આ રાશિના જાતકો પર પણ કુબેરદેવના ચાર હાથ હોય છે, જેને કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button