બેંગલૂરુંમાં શોર્ટસ પહેરી જાહેરમાં નીકળેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે થયું કંઇક એવું…..
સોશિયલ મીડિયાના આજના જમાનામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મહિલાઓના ડ્રેસ કોડ અને વ્યક્તિગત સ્વતંત્રતાઓ પર ચાલી રહેલા તણાવને હાઇલાઇટ કરે છે, જે પરંપરાગત અને આધુનિક મૂલ્યો વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે. આ વીડિયો બેંગલૂરુનો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયોમાં એક મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે જોરજોરથી બૂમો પાડી રહી છે. ઇન્ફ્લુએન્સરની ભૂલ માત્ર એટલી હતી કે તે શોર્ટ્સ પહેરીને બહાર ફરવા નીકળી હતી, જે મહિલાને પસંદ નહોતું આવ્યું તેથી તે ઇન્ફ્લુએન્સર સામે ઘાંટા પાડીને દેખાવ કરી રહી હતી. ઇન્ફ્લુએન્સર ટેની ભટ્ટાચારીએ આ વીડિયોને શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે શોર્ટ્સ પહેરવા બદલ તેને બેંગલૂરુંમાં જાહેરમાં શરમજનક દર્શાવવામાં આવી હતી. વીડિયો ક્લિપમાં વૃદ્ધ મહિલા પોતાની માતૃભાષામાં બૂમો પાડી રહી છે. ટેની એક યોગા ટિચર છે
ટેની ભટ્ટાચારીએ એક પ્રશ્ન સાથે આ વીડિયો શેર કરી તેના કેપ્શનમાં લખ્યું છે, “સ્ત્રી વિરુદ્ધ સ્ત્રી.” શું “બેંગલુરુમાં શોર્ટ્સને મંજૂરી નથી?” તેણે મહિલાઓ પર પોતાના નિયમો, કાયદા, કાનૂનો થોપનાર સમાજની પણ ટીકા કરી હતી.
આ વીડિયો 1.7 મિલિયનથી વધુ વ્યૂઝ સાથે વાયરલ થઇ રહ્યો છે અને વ્યુઝની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકો આ વીડિયો પર અલગ અલગ ટિપ્પણી પણ કરી રહ્યા છે. કેટલાકે વૃદ્ધ મહિલાને ટેકો આપ્યો, તો અન્ય લોકોએ ટેની ભટ્ટાચારીને આ મહિલાને અવગણવાની સલાહ આપી હતી. એક નેટિઝને લખ્યું હતું કે, ‘શોર્ટને સમાજ સાથે કોઈ લેવાદેવા નથી. તે તમારી માનસિકતા છે. અગર આંટીને શઓર્ટસ પહેરવા સામે આટલો બધો વાંધો હોય તો શા માટે આંટી ક્રોપ ટોપ (બ્લાઉઝ) સાથે સાડી પહેરીને તેમનું પેટ બતાવે છે.” કેટલાકે એમ જણાવ્યું હતું કે બેંગલૂરું અધોગતિ તરફ જઇ રહ્યું છે. તો વળી કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે આ બધું રીલ બનાવવા માટે હતું. ટેની ભટ્ટાચારીએ જણાવ્યું હતું કે, ‘હું મહિલાના બૂમબરાડાને અવગણવાની વાત સાથે સહમત છું. હું કોઇ રીલ નહોતી બનાવી રહી. હું માત્ર મારી કાર પાર્કિંગ પાસે જઇ રહી હતી. પણ, મેં શોર્ટસ પહેરી હોવાથી અને મારા પગ દેખાતા હોવાથી મહિલાને નહીં ગમ્યું અને તે બીજા પુરૂષો સામે મારી ટીકા કરી રહી હતી.’
બાય ધ વે, તમારું આ વીડિયો અંગે શું માનવું છે એ અમને જરૂરથી જણાવજો.