રાજકીય અખાડામાં બે કુસ્તીબાજો, વિનેશને પડકારશે કવિતા દલાલ
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 87, કોંગ્રેસે 41, AAPએ 67 નામ ફાઇનલ કર્યા છે.
AAPએ WWE કુસ્તીબાજ કવિતા દલાલને દિનેશ સામે ઉતારી છે.
કવિતા ભારતની પ્રથમ WWEની મહિલા ખેલાડી છે.
કવિતા હરિયાણાના જીંદના ઝુલાના ગામની રહેવાસી છે.
કવિતા 2017માં WWE રિંગમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા રેસલર હતી જેણે દેશી અંદાજમાં અનેક સુપરસ્ટાર્સને પાણી પાઇ દીધું હતું.
કવિતાએ સલવાર સુટ પહેરીને રિંગમાં વિરોધીઓના હાલત ખરાબ કરી નાખી હતી. તે લેડી ખલીના નામે જાણીતી છે.
કવિતાએ WWEમાં તેની છેલ્લી મેચ 27 જુલાઈ 2019 ના રોજ લડી હતી આ પછી તે જોવા મળી નથી.
કવિતાને ભારતના ચેમ્પિયન WWE કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી દ્વારા તાલીમ આપવામાં આવી છે.
રમતની શોખીન કવિતા એશિયન ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગમાં પણ ભાગ લીધો છે.
કવિતા હાલમાં WWEમાંથી બહાર છે. જોકે, હવે ત્રણેય રાજનીતિમાં ડબ્યુ કર્યું છે.
તે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં વિનેશ ફોગાટને.પડકાર આપશે
રાજકીય ક્ષેત્રે બે કુસ્તીબાજોની સ્પર્ધા જોવા જેવી હશે