કાનપુરમાં મહિલાના માથા વગરના મૃતદેહ અંગે રહસ્ય, પોલીસ પણ મુંજવણમાં
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર(Kanpur)ના ગુજૈની ખાતે ગઈકાલે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી, બુધવારે વહેલી સવારે હાઈવેની બાજુમાંથી એક મહિલાની લાશ માથું કપાયેલી હાલતમાં મળી આવી હતી. મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો, પોલીશને શંકા છે મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોઈ શકે છે. ચોવીસ કલાક બાદ પણ પોલીસ તપાસમાં કોઈ હજુ સુધી કોઈ મહત્વની સફળતા મળી નથી અને મહિલાની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસે મહિલાની ઓળખ કરવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા છે. મૃતદેહ જ્યાંથી મળ્યો ત્યાં ગ્રે કલરના કપડાના ટુકડા મળી આવ્યા છે. હાઈવેની બીજી બાજુની હોસ્પિટલના સીસીટીવી કેમેરાની ફૂટેજમાં હાઈવે પર લાશ જોવા મળે તે પહેલા મહિલા ચાલતી દેખાઈ રહી છે. ફૂટેજમાં મહિલા ગ્રે ટ્રાઉઝર પહેરેલી જોવા મળે છે.
પોલીસે જણાવ્યું હતું કે ગઈ કાલે સવારે 6.15 વાગ્યે લાશ જોવા મળી હતી. આ મામલાની તપાસ માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે જ્યાંથી મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નથી, પરંતુ લગભગ 3 કિમી દૂર એક સીસીટીવી કેમેરામાં એક મહિલા એકલી ચાલતી હોવાના દ્રશ્યો કેદ થયા છે. મહિલાએ જે કપડાં પહેરેલા જોવા મળે છે તે હાઇવે પર મળેલા કપડા અને ચપ્પલના ટુકડા સાથે મેળ ખાય છે. વધુ કડીઓ મેળવવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ જોઈ રહી છે.
મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસને જિલ્લામાંથી ગુમ થયેલી મહિલાની કોઈ ફરિયાદ મળી નથી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને પરીક્ષણ માટે દાંત અને હાડકાંના સેમ્પલ લીધા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે આ અકસ્માત અથવા અપરાધનો મામલો છે અને તે પણ પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પીડિતા સ્થાનિક રહેવાસી હતી કે અન્ય કોઈ જગ્યાએથી આવી હતી.
લોકસભાના સાંસદ અને યુપીની મુખ્ય વિપક્ષી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ કેસમાં કડક કાર્યવાહીની માંગ કરી છે.
Also Read –