સ્પેશિયલ ફિચર્સ

તમને પણ મિડલાઈફ ક્રાઈસિસ સતાવે છે? પુરુષને પજવતી આ કટોકટી વિશે પણ જાણવું જરૂરી છે.

મેલ મેટર્સ – અંકિત દેસાઈ
આજકાલ અડધી ત્રીસીએ પહોંચેલા પુરુષો અત્યંત ચિંતામાં નજરે ચઢે છે. એમાંના ઘણા પુરુષનું કહેવું છે કે એમને ભવિષ્યની અત્યંત ચિંતા સતાવે છે. કેટલાક એને ‘મિડલાઈફ ક્રાઈસિસ’ તરીકે ઓળખાવી રહ્યા છે. જોકે મિડલાઈફ ક્રાઈસિસ કંઈક ત્રીસીમાં જ દસ્તક ન દે. એ એક સાયકોલોજિકલ – માનસિક અવસ્થા છે,જે આમ તો ચાળીસી પછી શરૂ થાય, . પણ ક્લાઈમેટ અને લાઈ ઈસ્ટાઈલ ચેન્જના આ સમયમાં મિડલાઈફ ક્રાયસિસ વહેલી આવતી હશે એવું આપણે માની લઈએ, કારણ કે ત્રીસીમાં અડધે પહોંચેલા પુરુષને એનાં સંતાનોની પણ ચિંતા છે.એના વૃદ્ધ થઈ રહેલાં માતા-પિતાની પણ ચિંતા છે. એને પોતાની કરિઅરની પણ ચિંતા છે અને ખાડે ગયેલી આહારશૈલીને કારણે ઘણા વહેલા બગડી રહેલા સ્વાસ્થ્યની પણ એને ચિંતા છે.

આ કારણે જ આજનો પુરુષ ત્રીસીમાં અડધે પહોંચે ત્યાં એને ચાળીસીમાં આવનારી ચિંતા સતાવે છે. આ કારણે એ સતત એન્ક્ઝાઈટીમાં રહે છે. આવી વ્યગ્રતાને કારણે એના માથાના વાળ સુધ્ધાં ખરી રહ્યા છે. આ કારણે એની સેક્સલાઈફ પણ અત્યંત ડિસ્ટર્બ છે અને આ કારણે જ કદાચ તે વધુ પડતું વ્યસન કરતો થઈ ગયો છે. સરવાળે આવી ચિંતાઓને કારણે એ વધુ પડતી આફતો નોતરી રહ્યો છે.

આ વિશે અમે આરોગ્ય અને સાયકોલોજીના ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાતોને પૂછી જોયું. એમનું એકસૂરે કહેવું છે કે એ વાત સાચી જ છે કે ક્લાયમેટચેન્જ અને લાઈફસ્ટાઈલ ચેન્જની આજના માણસના સ્વાસ્થ્ય પર ઘેરી અસરો થઈ રહી છે. સાથે જ આજના માણસને ત્રીસીમાં જ અમુક શારીરિક – બ્લડપ્રેશર- સુગર કે હૃદયના પણ પ્રશ્ર્નો પજવવા શરૂ થઈ જાય છે.

જોકે, આ બધાની ચિંતાથી મુક્ત થવું હોય તો બે જ ઉપાય છે. એક ઉપાય છે : લાઈફસ્ટાઈલમાં શક્ય એટલો બદલાવ અને બીજો ઉપાય છે : વધુ પડતા વિચારોથી બચવું !

એક્સપર્ટ્સ કહે છે એમ આજનો માણસ આધુનિક સિસ્ટમની માયાજાળમાં એવો ફસાઈ ગયો છે કે ચાહીને પણ એ અમુક વાત -કાર્ય માટે સમય કાઢી શકતો નથી. એને ઈચ્છા તો હોય છે કે એ પણ નિયમિત સમયે જમી લે, યોગ્ય સમયે વ્યાયામ કરે કે પછી નિયમિત સમયે ઊંઘી લે. પરંતુ કામના કલાકો, કામ માટે થતું એનું ટ્રાવેલિંગ કે કામના ક્ષેત્રની સિસ્ટમ એના રોજિંદા જીવનને એવું અસ્તવ્યસ્ત કરી નાખે છે – એટલો થકવી નાખે કે ઓફિસ જવા અને ઓફિસ માટે ઉઠવા વચ્ચે કલાકથી પણ ઓછો સમય હોય ! આ તો ઠીક, એનું લંચ બપોરે બે-અઢી-ત્રણ સુધી લંબાતું રહે તો એનું ડિનર દસ-અગિયાર સુધી લંબાઈ જાય અને ડિનર પછી સહેજ સમય થાય ત્યાં તે સોફા પર કે બેડ પર લંબાવી દે.

એક્સપર્ટ્સ કહે છે કે નિયમિત આહાર અને અમુક ચોક્કસ કલાકોની ઊંઘ પુરુષ માટે અત્યંત જરૂરી છે. જો તે આમાં પાછો પડશે તો સ્વાભાવિક જ તમને ત્રીસીમાં પ્રવેશતામ જ અમુક પ્રશ્ર્નો સતાવવા શરૂ થઈ જશે.. જે માણસ જમવા અને ઊંઘવામાં લઘરો હોય એ સ્વાભાવિક જ તેના બીજાં કામોમાં લઘરો હોવાનો. અને આ લઘરાપણું જ તેના જીવનમાં અનેક આફતો નોતરતું હોય છે એટલે એક નાનકડી નિયમિતતા એને અનેક મોરચે સફળ બનાવી શકે છે. ખાસ તો પૂરતી ઊંઘ અને યોગ્ય ખોરાકને લીધે તેની તબિયત અત્યંત ટકોરાબંધ રહે એ વધારાનું!

આ તો માત્ર આહાર અને આરોગ્યની વાત થઈ. આ ઉપરાંત ઓવર થિકિંગ વિશે પણ એક અલાયદી ચર્ચા જરૂરી છે એ વિશે ફરી કયારેક્…

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…