ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટકના માંડ્યામાં ગણપતિ શોભાયાત્રા પર પથ્થરમારો, વિસ્તારમાં તણાવનો માહોલ

માંડ્યા: કર્ણાટકના મંડ્યા જિલ્લા(Mandya District)માં બુધવારે ગણપતિ શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી, ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ વધી ગયો છે.

અહેવાલ મુજબ બદરીકોપ્પાલુના ભક્તો વિસર્જન માટે ગણેશ મૂર્તિઓ લઈ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જ્યારે સરઘસ મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે કથિત રીતે એક મસ્જિદ નજીકથી શોભાયાત્રા પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ત્યારબાદ હિન્દુ સમુદાયના કેટલાક યુવાનોએ પોલીસ સ્ટેશનની સામે ગણેશની મૂર્તિ મૂકી અને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. એક જૂથે તેમનો આક્રોશ વ્યક્ત કરવા માટે કેટલીક દુકાનોને આગ લગાડી અને ટાયર સળગાવી દીધા.

પોલીસ અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ટોળાના શાંત કરવા અને પરિસ્થિતિને થાળે પાડવા માટે ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ, પોલીસે આ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યું, અને પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ કરવામાં આવી. અહેવાલ મુજબ કે ગણેશની મૂર્તિઓ અસ્થાયી રૂપે નજીકના મંદિરમાં મૂકવામાં આવી છે, ભક્તો શોભાયાત્રામાં ખલેલ પહોંચાડનારાઓની ધરપકડની માંગ કરી રહ્યા છે.

| Also Read: Surat માં ગણેશ મંડપ પર મસ્જિદમાંથી થયો હતો પથ્થરમારો, ગુજરાતના ગૃહમંત્રીનું મોટું નિવેદન

કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ નાગમંગલા નગરમાં થયેલી હિંસાની નિંદા કરી અને તેના માટે શાસક કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ દ્વારા “એક સમુદાયના તુષ્ટિકરણ”ને કારણે આ ઘટના બની છે.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો, આ ઘટનામાં પોલીસે છ સગીરોની ધરપકડ કરી છે.

Show More

Related Articles

Back to top button
મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ