ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ફક્ત 115 રૂપિયામાં જોવા મળશે મહિલા વર્લ્ડ કપની મૅચ! જાણી લો ક્યાં…

દુબઈ: આગામી ત્રીજી ઑક્ટોબરથી મહિલા ક્રિકેટર્સનો ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે અને એ બાબતમાં આઇસીસીએ કેટલાક આકર્ષણો જાહેર કર્યા છે. સૌથી મોટું અટ્રૅક્શન એ છે કે આ ટૂર્નામેન્ટમાં ટિકિટનો સૌથી ઓછો દર માત્ર 115 રૂપિયા છે.

આ પણ વાંચો : 2023માં વર્લ્ડ કપે ભારતને કેટલા કરોડ રૂપિયાનો આર્થિક લાભ કરાવી આપ્યો, જાણો છો?

વાત એમ છે કે આ વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં રમાવાનો હતો, પણ ત્યાં રાજકીય ઊથલપાથલ થવાની સાથે તોફાનો અને અરાજકતાની સ્થિતિ સર્જાઈ એટલે આઇસીસીએ આ વર્લ્ડ કપ યુએઇમાં રાખ્યો છે. 18 દિવસ દરમ્યાન 10 ટીમ વચ્ચેના આ વિશ્ર્વ કપની કુલ 23 મૅચ રમાશે. સ્પર્ધાની મૅચો દુબઈ અને શારજાહમાં રમાશે.

આઇસીસીએ જાહેરાત કરી છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈને પણ આ વર્લ્ડ કપની મૅચ જોવા સ્ટેડિયમમાં આવવા દેવાશે અને ટિકિટના દર પાંચ દિરહામ (અંદાજે 115 રૂપિયા)થી શરૂ થશે.

ગ્રૂપ-એમાં છ વખત ચૅમ્પિયન બનેલા ઑસ્ટ્રેલિયા તેમ જ ભારત, પાકિસ્તાન, ન્યૂ ઝીલૅન્ડ અને શ્રીલંકાનો સમાવેશ છે. ગ્રૂપ-બીમાં બાંગ્લાદેશ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને સ્કૉટલૅન્ડ છે.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે