આમચી મુંબઈમહારાષ્ટ્ર

રસ્તાઓની ક્વોલિટી કેવી? હવે IIT Bombay કરશે નિરીક્ષણ…

મુંબઈ: મુંબઈમાં રસ્તાઓના ખાડાઓ એ એક મોટી સમસ્યા છે ત્યારે શહેરના
રસ્તાઓની ગુણવત્તા કેવી છે તેની ચકાસણી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા
આઇઆઇટી(ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી) બૉમ્બેની નિમણૂંક કરવામાં
આવી હતી.

આ પણ વાંચો : જીએનએસએસ છે? તો હવે કરજો મફત પ્રવાસ…

આ માટે પાલિકા અને આઇઆઇટી બૉમ્બે વચ્ચે એમઓયુ(મેમોરેન્ડમ ઑફ
અંડરસ્ટેન્ડિંગ) બાદ હવે સિમેન્ટ કોંક્રીટના બનાવવામાં આવેલા રસ્તાઓની ગુણવત્તા
કેવી છે હવે તેની ચકાસણી આઇઆઇટી બૉમ્બેની એક સમર્પિત સમિતિ દ્વારા કરવામાં
આવશે.

શહેરના 701 કિલોમીટર લાંબા રસ્તાઓની ગુણવત્તા કેવી છે તેની ચકાસણી
આઇઆઇટી બૉમ્બે દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા શહેરમાં 701 કિલોમીટર રસ્તાઓના
સિમેન્ટ-કોંક્રીટીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં 392
કિલોમીટર રસ્તા અને ત્યાર પછીના તબક્કામાં 309 કિલોમીટરના રસ્તાઓનું કામ હાથ
ધરવામાં આવશે.

ચકાસણી માટે આઇઆઇટી બૉમ્બે ક્યુબ ટેસ્ટ, કોર ટેસ્ટ, સ્લમ્પ કોન ટેસ્ટ,
ડ્યુરેબિલિટી ટેસ્ટ અને ફિલ્ડ ડેન્સિટી ટેસ્ટ હાથ ધરવામાં આવશે. ફક્ત એટલું જ નહીં,
આઇઆઇટી દ્વારા સરપ્રાઇઝ વિઝિટ એટલે કે ઓચિંતી મુલાકાત લઇને સાઇટ
ઇન્સ્પેક્શન પણ હાથ ધરવામાં આવશે. જેથી કરીને રસ્તાનું કામકાજ યોગ્ય રીતે અને
યોગ્ય ગુણવત્તાથી થઇ રહ્યું છે તેની ખાતરી કરી શકાય.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે