જ્યારે ઝઘડો થાય ત્યારે એ ધમકી… Amitabh Bachchanએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડના મહાનાયક દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લાઈફમાં પણ ખૂબ જ એક્ટિવ છે. હાલમાં તો બચ્ચન પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે તો અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સતત ચર્ચામાં આવતા રહે છે.
છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય-બચ્ચનના ડિવોર્સના અહેવાલોની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ વિશે બચ્ચન પરિવાર દ્વારા કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી, પણ બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચેનું અંતર ઘણું બધું કહી જાય છે.
હાલમાં બિગ બી તેમના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ-16ને હોસ્ટ કરી રહ્યા છે અને આ શો પર તેઓ કન્ટેસ્ટન્ટ સાથે પોતાના મનની વાતો શેર કરતાં હોય છે. અત્યારના જ એક એપિસોડમાં બિગ બીએ તેમના ભાઈ અજિતાભ બચ્ચન વિશે અને તેમની સાથેના સંબંધો વિશે વાત કરી હતી.
આ પણ વાંચો : 81 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન શા માટે કરે છે કામ ? પોતે જ જણાવ્યું કારણ….
વાત જાણે એમ છે કે શોના એક કન્ટેસ્ટન્ટે ભાઈ-બહેનના સંબંધ વિશે વાત કરી હતી અને તેણે બિગ બીને પૂછ્યું હતું કે તમે તમારા ભાઈ અજિતાભ સાથે કેવા સંબંધો શેર કરો છો? આ સવાલના જવાબમાં બિગ બીએ કહ્યું હતું કે હું અને મારો અજિતાભ દરેક ભાઈ-બહેનની જોડી હોય એવો જ બોન્ડ શેર કરીએ છીએ. અમે બંનેએ એકબીજાના ઘણા સિક્રેટ્સ શેર કરીએ છીએ અને એ સિક્રેટ અમે અમારા માતા-પિતા સાથે શેક કરી શક્યા નહીં.
બિગ બીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે અમારા વચ્ચે પણ ઝઘડા થતાં હતા અને અમે એકબીજાને ડરાવવા માટે માતા-પિતા સામે એ સિક્રેટ રિવીલ કરવાની ધમકી પણ આપતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી મોટા ભાઈ છે અને અજિતાભ નાના ભાઈ છે.