આપણું ગુજરાતરાજકોટ

ભગવાન રામને લઈને રૂપાલા એવું તે શું બોલ્યા કે ફરી ક્ષત્રિય સમાજ થયો નારાજ?

રાજકોટ: 2024ની લોકસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી. તેમાં પણ રાજકોટ બેઠક આખા દેશમાં ચર્ચામાં આવી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી બાદ આખો મુદ્દો ગરમાયો હતો. જેને લઈને ભાજપના ઉચ્ચ નેતાઓએ અનેક વખત ખોલો પાથરીને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. જો કે હવે ફરી એકવખત રૂપાલા તેના નિવેદનને લઈને ચર્ચામાં છે અને તેની સામે ક્ષત્રિય સમાજ પુનઃ મોરચો માંડે તેવા સંકેતો મળી રહ્યા છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક સભામાં પરષોત્તમ રૂપાલાએ દેશી રાજ્યોના રાજાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને ક્ષત્રીય સમાજમાં રૂપાલા વિરુદ્ધ ભારે રોષ વ્યાપ્યો હતો. રૂપાલાના નિવેદનો બાદ ભાજપની સામે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ ઉઠી હતી અને પણ ભાજપની હાલત પણ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. અંતે તો ભાજપના મોટા મોટા નેતાઓએ પણ ખોળો પાથરીને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી તેમ છતાં પણ ભાજપે ક્ષત્રિય સમાજના વિરોધની સાથે જ ચૂંટણી લડી હતી.

જો કે રૂપાલાને માથેથી વિરોધની પનોતી દૂર નથી થઈ, ફરી એક વખત રૂપાલાના એક નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે. હાલમાં જ રૂપાલાએ રામાયણના એક પ્રસંગને ટાંકતા કહ્યું હતું કે ‘ભગવાન રામ પણ વાલીથી ગભરાતા હતા’ જો કે ખરેખર અહી ભગવાન રામને બદલે રાવણનો ઉલ્લેખ કરવાનો હતો. રૂપાલાના આ નિવેદનને લઈને ક્ષત્રીય સમાજે વિરોધનો સૂર પોકાર્યો છે, વળી આ વખતે તેમણે સમસ્ત હિંદુ સમાજને પણ આ જોડાવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : અગ્નિકાંડ બાદ ઇતિહાસની સૌથી મોટી ભરતી કરશે રાજકોટ મનપા: 428 જેટલી જગ્યાઓ ભરાશે…

રૂપાલાના નવા નિવેદનને લઈને ક્ષત્રીય સમાજે ભાજપને ભીંસમાં લેતા માંગણી કરી છે કે રૂપાલાને પાર્ટીના તમામ હોદા પરથી દુર કરવામાં આવે. વળી ક્ષત્રિય સમાજની જૂની માંગોને લઈને પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલન લખવામાં આવેલા પત્ર પર તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજપૂત સંકલન સમિતિના પ્રવકતા કરણસિંહ ચાવડાએ આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે સનાતન ધર્મના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામ વિશે કરવામાં આવેલ વાણીવિલાસને સમિતિએ વખોડે છે. રૂપાલાએ પૂર્ણ રીતે સનાતન ધર્મ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યુ છે.

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…