પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૧૨-૯-૨૦૨૪, જયેષ્ઠા ગૌરી વિસર્જન, ભાગવત સપ્તાહ પ્રારંભ
ભારતીય દિનાંક ૨૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૯મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર મૂળ રાત્રે ક. ૨૧-૫૨ સુધી, પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૬ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૬, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી : સાંજે ક. ૧૭-૦૦,
ઓટ: બપોરે ક. ૧૨-૧૮, મધ્યરાત્રે ક. ૦૦-૨૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – નવમી. ભાગવત સપ્તાહ પ્રારંભ, અદુ:ખ નવમી, રામદેવપીર નવરાત્રિ સમાપ્તિ, જયેષ્ઠા ગૌરી વિસર્જન, હરિ નવમી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, ગુરુ-કેતુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, સર્વશાંતિ પૂજા, નિત્ય થતાં મિલકત લેવડદેવડનાં કાર્યો, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત, પુરુસુક્ત ગણેશ અથર્વશીર્ષમ અભિષેક.
શ્રી ગણેશ મહિમા: ગણેશજીનું સુંદર સ્વરૂપ ખૂબ જ સૂક્ષ્મ, સંવાદ ધરાવે છે એટલે કે ગણપતિના મુખથી લઈને વાહનનું મહત્ત્વ વૈજ્ઞાનિક, તાર્કિક, સંદેશયુક્ત છે. ગણપતિને હાથીનું મુખ સર્વવિદિત છે. મુખમાં જીહ્વા, દાંત, નાક ને આંખ – આ બધા અંગોની વિશેષતા શ્રી ગણેશજીની મહત્તાની સિદ્ધિ દર્શાવે છે. ગણપતિ વિઘ્ન, વિનાશક, વિઘ્ન વિનાયક પણ કહેવાય છે.
આચમન: સૂર્ય-ગુરુ ચતુષ્કોણ રાજકારણમાં સાવધાની દાખવવી, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ મિત્રો સાથેના વ્યવહારમાં સંભાળવું, ચંદ્ર-બુધ ત્રિકોણ ભાષા શીખવામાં સરળતા અનુભવાય. ચંદ્ર-રાહુ ચતુષ્કોણ નાણાવ્યવહારમાં સાવચેતી દાખવવી જરૂરી છે.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ. ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ દક્ષિણે ૨૮ અંશ ૨૯ કળાના અંતરે રહે છે.
ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, માર્ગી બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ