ભુજ

કંડલા બંદર દ્વારા ૧૩ નંબરની જેટીના વિકાસ અને સંચાલન માટે અદાણી પોર્ટ સાથે કરાર કરાયા

ભુજ: દેશના મહાબંદર કંડલા હસ્તકના તુણા ટેકરા ખાતે અદાણી પોર્ટ જેટીનું સંચાલન કરાઈ રહ્યું છે ત્યારે હવે કંડલા બંદર ખાતેની ૧૩ નંબરની જેટીના સંચાલન માટે દીનદયાળ પોર્ટ ઓથોરોટી અને અદાણી પોર્ટ વચ્ચે સત્તાવાર કરાર થયા હતા.

આ પણ વાંચો: અદાણી સંચાલિત મુંદ્રા પોર્ટને પચ્ચીસ પૂરા થયા આઠે કોઠાનું આયોજન અને સોળે કળાએ વિકાસ

ડીપીએ ખાતે કન્ટેનર કાર્ગો સહિત મલ્ટિપર્પસ કાગો હેન્ડલિંગ કરવા માટે ૧૩ નંબરની કાર્ગો જેટીનો વિકાસ કરવા અને સંચાલન માટે અદાણી સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના કલીન કાર્ગો કન્ટેનર ટર્મિનલ સાથે કરાર ઉપર હસ્તાક્ષર કરાયા હતા. આ જેટીના સંચાલન માટે ખાનગી ઉદ્યોગ ભાગીદારને પસંદ કરવા માટે ડીપીએ દ્વારા ઓપન ટેન્ડર જારી કરાયું હતું.

ડી.પી.એ.ચેરમેન સુશીલકુમાર સિંઘ અને એ.પી.એસ.ઈ.ઝેડ.ના સી.ઈ.ઓ. સુજલ શાહની હાજરીમાં આ કરાર ઉપર હસ્તાક્ષર કરાયા હતા.

લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા અને હેન્ડાલિંગની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો આ પ્રકલ્પનો મુખ્ય હેતુ છે. આ પ્રકલ્પ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાઈનનો એક ભાગ હોઈ, ભારત સરકારની પી.એમ.ગતિશક્તિ માસ્ટર પ્લાન જેવી પહેલને પણ પૂરક બનાવશે, તેમજ ગ્રીન પોર્ટની માર્ગદર્શિકાઓનું પણ પાલન કરવામાં આવશે તેવી લાગણી ડીપીએ કચેરી ખાતે યોજાયેલા સમારોહમાં વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અંબાણી માટે સંકટમોચક બનશે અદાણી, કરશે આ ડીલ

આ કાર્ગો બર્થની ક્ષમતા પ્રતિ વર્ષ ૫.૭૦ મિલિયન મેટ્રિક ટન રહેશે. આ બર્થ ઉપર ૩૦૦ એમ.એમ.ની લંબાઈ સાથે ૭૫૦૦૦ ડી.ડબલ્યુ.ટી.સુધીના જહાજોને સમાવી શકાશે. આ ટર્મિનલ ભારતના ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભાગમાં કાર્ગોની અવરજવરમાં મહત્વનો ભાગ ભજવશે તેવું જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button