આમચી મુંબઈમહારાષ્ટ્ર

ખેડૂતોનો વિરોધના કારણે અટવાયા મહારાષ્ટ્રના આ ત્રણ પ્રકલ્પ…

મુંબઈ: કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીના નેતૃત્વમાં મહારાષ્ટ્ર સહિત આખા ભારતમાં રસ્તા-ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જોરમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં બે અત્યંત મહત્ત્વના પરિવહન ક્ષેત્રના પ્રાજેક્ટ ખોટકાઇ જાય તેવી ભીત છે.

ખેડૂતો માટે પ્રોજેક્ટ માટે જરૂરી જમીન આપવા ઇનકાર કરવામાં આવ્યો હોવાના કારણે આ પ્રોજેક્ટનું કામ અટવાયેલું હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે એમએસઆરડીસી(મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા હાથ ધરવામાં આવેલા નાગપુર-ગોવા શક્તિપીઠ હાઇ-વે, પુણે-નાશિક ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને સિંદખેડ રાજા-શેગાવ ભક્તીપીઠ હાઇ-વે આ ત્રણ મહત્ત્વના પ્રોજેક્ટ્સનું કામ અટકી પડ્યુ છે. સ્થાનિકોૈ અને ખેડૂતો દ્વારા આ પ્રોજેક્ટ્સનો વિરોધ કરવામાં આવતો હોવાના કારણે પ્રોજેક્ટના આડે મુશ્કેલી આવી રહી હોવાના કારણે સરકારે એમએસઆરડીસીને પ્રોજેક્ટ માટે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા રદ કરવાની સૂચના આપી છે. સરકારની આ સૂચનાને પલે 1.25 લાખ રૂપિયાના આ પ્રોજેક્ટ ઠપ્પ થઇ ગયા છે.

સમૃદ્ધી હાઇ-વેના ધોરણે જ નાગપુર-ગોવા શક્તિપીઠ હાઇ-વે તૈયાર કરવાનો પ્રોજેક્ટ એમએમસઆરડીસીએ હાથમાં લીધો હતો અને 805 કિલોમીટરના આ હાઇ-વની યોજના તૈયાર હોઇ તેની માટે જરૂરી પરવાનગીઓ લેવાનું કામ શરૂ હતું અને અધ્યાદેશ બહાર પાડીને જમીન હસ્તગત કરવાનું કામ પણ શરૂ હતું.

આ ઉપરાંત પુણે-નાશિક હાઇ-સ્પીડ કોરિડોર માટે ‘ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર’ તૈયાર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. 213 કિલોમીટરનો આ ફાસ્ટ કોરિડોર બને તો બે શહેરો વચ્ચનો પ્રવાસ ફક્ત બે કલાકમાં ખેડી શકાય. જોકે આ પ્રોજેક્ટ માટે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવા છતાં હવે આ પ્રોજેક્ટ પાછળ ઠેલાય તેવી શક્યતા છે.

એમએસઆરડીસી દ્વારા ઉક્ત બંને પ્રોજેક્ટ સિવાય સિંદખેડરાજા-શેગાવ દરમિયાન સમૃદ્ધી હાઇ-વેનો વિસ્તાર કરવાનો નિર્ણય લઇને 109 કિલોમીટર લાંબો ‘ભક્તિપીઠ’ મહામાર્ગ તૈયાર કરવાનો પ્રસ્તાવ પણ તૈયાર થનાર હતો. ચાર લેનના આ પ્રોજેક્ટને સરકારની મંજૂરી મળી ત્યાર બાદ જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા શરૂ હતી. જોકે સ્થાનિકોએ કરેલા વિરોધના પગલે આ પ્રોજેક્ટ પણ અટવાયેલો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button