નેશનલસ્પેશિયલ ફિચર્સ

અહીં ભારતની ગંગા નદી બની જાય છે પદ્મા, જાણો કઈ રીતે…

ભારતમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવે છે. પૂજનીય, વંદનીય નદીઓમાં પણ ગંગા નદીને તો પવિત્ર નદી માનવામાં આવે છે. હેડિંગ વાંચીને તમને પણ એવો સવાલ ચોક્કસ જ થયો હશે કે ભારતમાં ગંગાના નામે ઓળખાતી નદી આખરે કઈ જગ્યાએ જઈને પદ્મા તરીકે ઓળખાય છે અને આવું થવાનું કારણ શું છે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ-
દેશની અનેક એવી નદીઓ છે કે જેમનું દેશમાં તો મહત્ત્વ છે જ પણ એની સાથે સાથે પડોશી દેશમાં પણ પોતાનું મહત્ત્વ જાળવી રાખે છે. આવો જ એક પડોશી દેશ છે બંગલા દેશ અને નદી છે ગંગા. બાંગ્લાદેશમાં પણ ગંગા નદીએ પોતાનું મહત્ત્વ જાળવી રાખ્યું છે. ભારતની સૌથી પવિત્ર ગણાતી ગંગા નદી બાંગ્લાદેશમાં પહોંચતા જ ગંગા મટીને પદ્મા બની જાય છે. ભારતક અને બાંગ્લાદેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પણ બનાવે છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1997માં ગંગા જળ સંધિ થઈ હતી અને આ સંધિને કારણે પદ્મ નદીને ગંગા નદીમાંથી પાણી મળે છે. પદ્મા નદીનો પ્રવાહ ભારત અને પશ્ચિમ બંગાળમાં બનેલાં ફરક્કા બૈરાજથી કન્ટ્રોલ કરે છે. સેટેલાઈટથી ક્લિક કરાયેલી તસવીરોને જોઈએ તો સ્પષ્ટ થાય છે કે બાંગ્લાદેશની પ્રમુખ નદી પદ્મા છેલ્લા 30 વર્ષથી પોતાના આકારમાં વધી છે. પદ્મા નદી બાંગ્લાદેશમાં 355 કિલોમીટરના વિસ્તાર સુધી વહે છે. પદ્મા નદીની મુખ્ય સહાયક નદી મહાનંદા છે.

આ પણ વાંચો :ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો; 24 કલાકમાં સવા ઇંચ વધ્યું જળસ્તર

છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ માહિતી? તમે પણ આ માહિતી ચોક્કસ જ તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરીને એમના નોલેજમાં પણ વધારો કરજો હં ને..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button