આમચી મુંબઈ
ઈન્ટરનેટ પર મળેલા નંબરથી વાઈન મગાવવા જતાં દોઢ લાખ રૂપિયા ગુમાવ્યા
મુંબઈ: ઈન્ટરનેટ પર મળેલા વાઈન શૉપના નંબર પર કૉલ કરી વાઈન મગાવવા જતાં સિનિયર સિટિઝને દોઢ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ બાન્દ્રા પોલીસમાં નોંધાઈ હતી.
બાન્દ્રા પશ્ર્ચિમમાં હિલ રોડ ખાતે રહેતા ૮૨ વર્ષના રૉબીન નાથે નોંધાવેલી ફરિયાદને આધારે બાન્દ્રા પોલીસે રવિવારે અજાણ્યા શખસ સામે એફઆઈઆર નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર વાઈન મગાવવા માટે ફરિયાદીએ ગૂગલ પર વાઈન શૉપનો નંબર સર્ચ કર્યો હતો. ઘર નજીકની વાઈન શૉપનો નંબર મળતાં ફરિયાદીએ તેના પર કૉલ કર્યો હતો. કૉલ રિસીવ કરનારા શખસે વાઈનનો ઑર્ડર લઈ ૬,૯૦૦ રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કરવા માટે ક્યૂઆર કોડ મોકલાવ્યો હતો. બાદમાં આરોપીએ અલગ અલગ કારણો અને સમસ્યા બતાવી ફરિયાદી પાસેથી ૧.૫૧ લાખ રૂપિયા કથિત રીતે પડાવ્યા હતા. પોતે છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.