માતા-પિતાની જેમ અંબાણી પરિવારનો આ દીકરો સંબંધો પણ સાચવી જાણે છે,
અંબાણી પરિવારની શ્રીમંતાઈ સાથે લોકોને તેમની નમ્રતા અને પોતાનાપણું સ્પર્શે છે. નાના દીકરા અનંત અંબાણીના લગ્ન સમયે પણ એક એક મહેમાનને પ્રેમથી મળવાનું તેમનું વર્તન સૌને આકર્ષી ગયું હતું. જે રીતે મમ્મી-પપ્પા કોઈજાતનું અભિમાન કે માથા પર ભાર રાખ્યા વિના ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે સંબંધો સાચવે છે, તેવું જ કંઈક પરિવારના મોટા દીકરા આકાશે પણ કર્યું છે.
આ પણ વાંચો : Akash Ambaniએ Amitabh Bachchanને કેમ કહ્યું અનંત સબ જાનતા હૈ…
સાતમી સપ્ટેમ્બરે અંબાણી પરિવારના નિવાસસ્થાને ગણપતિ બાપ્પા પધાર્યા હતા અને સિતારાઓનો જમાવડો હતો. ત્યારે આ જ દિવસે આકાશ અંબાણીના એક મિત્રના કોઈમ્બતુરમાં લગ્ન હતા. અંબાણી પરિવારમાં ફંકશન હોય એટલે તામજામ હોવાના જ, ઘરના દરેક સભ્યની હાજરી અને જવાબદારી હોવાની. આ બધા વચ્ચે મિત્રના લગ્નમાં જવાનું અઘરું હોય, પણ આકાશે બન્ને કર્યું. પરિવારના પ્રસંગમાં હાજરી આપી તે તરત દક્ષિણ તરફ નીકળ્યો. અહીં તે એક રિસોર્ટમાં રોકાયો હતો, જ્યાના માલિકે સોશિયલ મીડિયા પર શેર કર્યું.
આ પણ વાંચો : Ambani Familyનું Lucky Charm છે આ ફેમિલી મેમ્બર…
તમિળનાડુમાં રહેતા પોતાના બિઝનેસમેન મિત્ર ગોકલ દાસના લગ્ન અને રિસેપ્શન માટે તે આવ્યો હોવાનું અહીંના સ્થાનિક પેપરમાં જણાવવામા આવ્યું છે. આકાશ સાથે પત્ની શ્લોકા પણ હાજર રહી હતી. જોકે શ્લોકા 8મી સપ્ટેમ્બરે સવારે આવી હતી અને કપલે મિત્રના લગ્નમાં હાજરી આપી હતી.
આપણને એમ થાય કે અંબાણીને કઈ વાતની કમી હોય, પણ એવું નથી. જેટલા મોટા પદ અને પ્રતિષ્ઠા ધરાવતા હોય તેમની જવાબદારીઓ પણ તેટલી મોટી હોય છે.