ચીનને લાગશે મરચાં, આ કંપની ભારતમાં પોતાનો બીજો પ્લાન્ટ નાખશે
નવી દિલ્હી: ફોક્સકોન અને પેગાટ્રોન બાદ હવે આઈફોન નિર્માતા એપલની અન્ય સપ્લાયર કંપની ભારતમાં ફેક્ટરી સ્થાપવા જઈ રહી છે. એપલ કોન્ટ્રાક્ટર જબિલ ઈન્કએ (Jabil Inc)તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં એક નવો ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે. જબિલનો ભારતમાં પહેલેથી જ પ્લાન્ટ છે. મહારાષ્ટ્રના પુણેમાં આવેલો છે જેમાં 2,500 કર્મચારીઓ કામ કરે છે.પુણેમાં 8.58 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા પ્લાન્ટમાં જબિલ એપલ માટે એરપોડ્સના પ્લાસ્ટિક બોડી જેવા ભાગોનું ઉત્પાદન કરે છે. અત્યાર સુધી જબિલ મેન્યુફેક્ચરિંગ માટે ચીન અને વિયેતનામને પ્રાધાન્ય આપે છે. પરંતુ, હવે તેણે ભારતને પણ મહત્વ આપવાનું શરૂ કર્યું છે. જેના પગલે ચીનને મોટો આંચકો લાગશે.
જબીલ સિસ્કો અને એચબીની પણ મોટી સપ્લાયર
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની યુએસ મુલાકાત દરમિયાન મંગળવારે જબિલ ઈન્ક અને રાજ્ય સરકાર વચ્ચે આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જબિલ તિરુચિરાપલ્લી યુનિટ પર રૂપિયા 2,000 કરોડનું રોકાણ કરશે અને આ જબિલ ફેક્ટરી 5,000 લોકોને રોજગાર આપશે. એપલની સાથે જબીલ સિસ્કો અને એચબીની પણ મોટી સપ્લાયર છે. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ગ્લોબલ EMS જાયન્ટ જબિલ તિરુચિરાપલ્લીમાં 2 હજાર કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરશે. આનાથી 5 હજાર નોકરીઓ ઉભી થશે અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે એક નવું ક્લસ્ટર બનશે.
દેશનું ઇલેક્ટ્રોનિક્સ હબ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન
ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે નિકાસમાં વધારાનું મુખ્ય કારણ એપલ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓની ચાઈના પ્લસ વન વ્યૂહરચના છે. આ પછી, ફોક્સકોન અને પેગાટ્રોન જેવા કોન્ટ્રાક્ટ ઉત્પાદકો અને સાલકોમ્પ જેવા સપ્લાયરોએ છેલ્લા વર્ષમાં તમિલનાડુને દેશનું ઇલેક્ટ્રોનિક્સ હબ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
Also Read –