પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ધરતી ધ્રીજી
નવી દિલ્હી: આજે બુધવારે બપોરે સમગ્ર ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા (Earthquake in Pakistan) અનુભવાયા હતા. અહેવાલો મુજબ પાકિસ્તાનના પેશાવર, ઈસ્લામાબાદ અને લાહોરની ઘરતી ધ્રુજી હતી. ભારતમાં નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં આંચકા અનુભવાયા હતાં. અફઘાનિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા હતાં.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધવામાં આવી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ જણાવ્યું કે પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. GFZ એ જણાવ્યું હતું કે ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઇએ હતો.
સોશિયલ મીડિયા પર વારાયલ વિડીયોમાં છતના પંખા, ખુરશીઓ અને અન્ય વસ્તુઓ હલતી જોવા મળે છે.
કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ રાપર નજીક ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો…
ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના કરોરથી 25 કિમી દક્ષિણ-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું. ઇસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના મોટા શહેરોમાં પણ આંચકા અનુભવાયા હતા.
છેલ્લા બે અઠવાડિયામાં બીજી વખત દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 29 ઓગસ્ટના રોજ, અફઘાનિસ્તાનમાં 5.7-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપ પૃથ્વીની સપાટીથી 255 કિલોમીટર નીચે આવ્યો હતો.