“….. ત્યારે ભારત પર દાવ લગાવીને જુઓ”, વડા પ્રધાન મોદીનું સેમિકોન સમિટમાં સંબોધન
નોઇડા: કેન્દ્ર સરકાર ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ઈચ્છે છે. આ માટેના પ્રયસો અંતર્ગત ઉત્તર પ્રદેશના નોઇડા(Noida)માં સેમિકોન ઇન્ડિયા 2024 ત્રિદિવસીય સમિટ (Semicon India 2024 summit) નું આયોજન કરવામાં આવ્યું છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટમાં વિશ્વની દિગ્ગજ સેમિકન્ડક્ટર કંપીઓના પ્રતિનિધિઓ હાજર છે. વડા પ્રધાન મોદીએ કંપનીઓને ભારતમાં રોકાણ કરવામાં અહવાન કર્યું હતું.
સેમિકોન ઇન્ડિયા 2024 નું આયોજન નોઇડા 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે, આ વર્ષે સમિટની થીમ “શેપીંગ ધ સેમીકન્ડક્ટર ફ્યુચર” રાખવામાં આવી છે.
વડા પ્રધાને કહ્યું કે વૈશ્વિક સ્તરે ચિપ્સનું ઉત્પ્દન ડાઉન છે, ત્યારે વિશ્વ ભારત પર દાવ લગાવી શકે છે. ભારત વિશ્વનો 8મો એવો દેશ છે જ્યાં વૈશ્વિક સેમીકન્ડક્ટર પહેલ શરૂ કરવામાં આવી રહી છે, ભારતમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે. તમે યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ છો. 21મી સદીના ભારતમાં ચિપ્સ ક્યારેય ડાઉન નથી થતી. આજનું ભારત વિશ્વને એ વાતની ખાતરી આપે છે તમે ભારત પર દાવ લગાવી શકો છો.
વડા પ્રધાન મોદીએ બિઝનેસ અને ભારતના ભવિષ્ય બંનેને આકાર આપવામાં ટેક્નોલોજીની ભૂમિકા વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર ટૂંક સમયમાં સૌથી મૂળભૂત જરૂરિયાતો માટે પણ આવશ્યક બની જશે.
ગ્લોબલ સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે વિકાસ માટે ઘણા મુખ્ય ક્ષેત્રો છે: સોશિયલ, ડિજિટલ અને ફિઝીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો કરવો; ઇન્ક્લુઝીવ ગ્રોથને પ્રોત્સાહન આપવું; મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનના રોકાણમાં વધારો કરવો. ભારત સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં વિશ્વસનીય ભાગીદાર બનવા જઈ રહ્યું છે.
તેમણે કહ્યું અમે 85,000 ટેકનિશિયન, એન્જિનિયરો અને RNT નિષ્ણાતોની સેમિકન્ડક્ટર વર્કફોર્સ તૈયાર કરી રહ્યા છીએ. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારતનું ક્રિટિકલ મિનરલ મિશન સેમિકન્ડક્ટર ઉદ્યોગને પણ ટેકો આપશે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ સાયન્સમાં ચિપ રિસર્ચ સેન્ટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે શા માટે ભારત ચિપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આવા લોકોએ અત્યાર સુધીની ડિજિટલ ઈન્ડિયાએ ઉભી કરેલી અસર જોવી જોઈએ.
Also Read –