બોલિવૂડમાં ડેબ્યુ કરતા જ હિટ થઇ ગઇ અનુષ્કા શર્માની બહેન
કેટલીક અભિનેત્રીઓને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિયતા મેળવવામાં ઘણો સમય લાગે છે, જ્યારે કેટલીક અભિનેત્રીઓ એક-બે ફિલ્મો પછી જ ફેમસ થઈ જાય છે. આવી જ એક અભિનેત્રી છે રુહાની શર્મા, જેની પ્રથમ હિન્દી ફિલ્મ ‘આગ્રા’એ તેના વિષયવસ્તુથી દર્શકોના મન જીતી લીધા છે અને તે રાતોરાત ફેમસ થઇ ગઇ છે.
અભિનેત્રી રૂહાની શર્માએ આગ્રા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે, જેમાંથી એક્ટ્રેસના ઈન્ટિમેટ સીન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ફિલ્મ ‘આગ્રા’ ગુરુ નામના કોલ સેન્ટરના કર્મચારીની વાર્તા છે, જે પોતાના પરિવાર સાથે એક નાનકડા ઘરમાં રહે છે. ઘરમાં તેમના અંગત જીવન માટે કોઈ જગ્યા નથી. નિરાશ ગુરુ ડેટિંગ એપ્સનો વ્યસની બની જાય છે. આ ફિલ્મ ભારતીય પુરુષની જાતીય નિરાશાને હાઇલાઇટ કરે છે.
રુહાનીએ આગ્રા ફિલ્મથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં મોહિત અગ્રવાલ, પ્રિયંકા બોસ, રૂહાની શર્મા, વિભા છિબ્બર અને સોનલ ઝા મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મનું પ્રીમિયર 2023 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. આ ફિલ્મ ઓનલાઇન લીક થઇ ગઇ છે અને તેના ઇન્ટિમેટ સીનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
રૂહાની શર્મા બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની કઝીન છે. તેનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો છે. ગ્રેજ્યુએશન બાદ તેણે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. તેણે તમિલ ફિલ્મોથી અભિનયની દુનિયામાં ડેબ્યુ કર્યું છે. તમિલ બાદ તેણે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.
અભિનેત્રીએ તેની પ્રથમ ફિલ્મથી જ એક ઉત્તમ કલાકાર તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેની અભિનયક્ષમતાના વખાણ થઇ રહ્યા છે.
રુહાની શર્મા ખૂબ જ ક્યુટ દેખાય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને ફેન્સ તેની ક્યૂટનેસના દીવાના છે.
Also Read –