નેશનલશેર બજાર

Crude oil prices: ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, આ કંપનીના શેરોના ભાવમાં જોવા મળશે ઉછાળો

મુંબઇ : ભારત સહિત વિશ્વભરના શેરબજારો માટે એક સારા સમાચાર છે. જેમાં ક્રૂડ ઓઇલના ભાવમાં(Crude oil Prices) ઘટાડાને કારણે બજારમાં સારો ઉછાળો જોવા મળી શકે છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર હાલ ડિસેમ્બર 2021 પછી આ પ્રથમ વખત છે જ્યારે બ્રેન્ટ ફ્યુચર પ્રતિ બેરલ ડોલર 70 થી નીચે ગયું છે. આ સ્થિતિમાં એવા શેરોમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે જેનો સીધો સંબંધ ક્રૂડ ઓઇલના ઉપયોગ અને સપ્લાય સાથે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે પેઇન્ટ, એવિએશન, કેમિકલ, ટાયર અને એફએમસીજી સેક્ટરના શેરમાં સારો ઉછાળો આવી શકે છે. ભારત પેટ્રોલ અને ડીઝલના પુરવઠા માટે મોટાભાગે ક્રૂડ ઓઇલની આયાત કરે છે. આવી સ્થિતિમાં નીચા ભાવને કારણે મોંઘવારીમાં પણ રાહત મળી શકે છે.

આ શેરો પર નજર રાખો

ક્રૂડ ઓઇલના ભાવ 3 વર્ષની નીચી સપાટીએ પહોંચતા પેઇન્ટ, એવિએશન, ટાયર અને કેમિકલ શેરોમાં સારો ઉછાળો જોવા મળે તેવી શક્યતા છે. વાસ્તવમાં, ક્રૂડનો ઉપયોગ પેઇન્ટ, ટાયર અને રાસાયણિક સામગ્રી બનાવવામાં થાય છે. આવી સ્થિતિમાં ક્રૂડ સસ્તું મળવાથી આ કંપનીઓની ઈનપુટ કોસ્ટ ઘટશે અને નફો વધશે.

આ કંપનીના શેરોના ભાવમાં આવી શકે છે ઉછાળો

-એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ, કંસાઇ નેરોલેક
-પીડિલાઇટ ઉદ્યોગ (કેમિકલ શેર)
-ઈન્ડિગો એવિએશન, સ્પાઈસ જેટ
-એપોલો ટાયર, એમઆરએફ, જેકે ટાયર, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી

આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં પેઇન્ટ્સના શેરે સારું વળતર આપ્યું નથી. જ્યારે માર્કેટ લીડર્સ એશિયન પેઈન્ટ્સ અને બર્જર પેઈન્ટ્સ સ્થિર રહ્યા હતા. ત્યારે કેન્સાઈ નેરોલેકે તેના શેરના ભાવમાં 9 ટકા ઘટાડો જોયો હતો. બીજી તરફ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, CEAT,એપોલો ટાયર્સ અને જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેવા ટાયર શેરોએ 22 ટકા થી 62 ટકા ની વચ્ચે વળતર આપ્યું છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે