ઈન્ટરવલ

આ તારીખોની તવારીખ ક્યારે આવશે?

વિશેષ – અનંત મામતોરા

ન્યાય મળે એ માટે લોકો કોર્ટના પગથિયા ચડે છે, પરંતુ અનેક પ્રકરણોમાં કેસ વર્ષાનુવર્ષે લટકી જાય છે. ન્યાય મેળવવા અદાલતનો દરવાજો ખખડાવનાર લાખો લોકોને ‘તારીખ પે તારીખ’ જ મળવાની ધક્કાદાયક બાબત પ્રકાશમાં આવી છે.

દેશના સર્વોચ્ચ અદાલતમાં આશરે ૮૨,૮૩૯ ખટલા પ્રલંબિત છે જે પડતર કેસોની આજ સુધીની સૌથી મોટી સંખ્યા છે. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા વધારવામાં આવી હોવા છતાં પડતર કેસની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા ૨૬ હતી. તેને વધારીને ૩૧ કરવામાં આવી છે. ૨૦૧૧માં સંસદીય કાયદા હેઠળ ન્યાયધીશની સંખ્યા ૩૧થી ૩૪ કરવામાં આવી. આમ છતાં પ્રડતર કેસની સંખ્યા ૫૭,૦૬૦થી વધીને ૬૦,૦૦૦ પર પહોંચી છે.

ગયા વર્ષમાં ફક્ત ૨૭,૬૦૪ પ્રલંબિત કેસની નોંધ થઈ હતી. ૨૦૨૪માં ૩૮,૯૯૫ નવા કેસ દાખલ થયા, આમાંથી ૩૭,૧૫૮ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો. છેલ્લા ૧૦ વર્ષમાં પ્રલંબિત કેસની સંખ્યા આઠ ઘણી વધી છે. ૨૦૧૫ અને ૨૦૧૭ એ બે વર્ષમાં પ્રલંબિત કેસની સંખ્યા ઓછી થઈ હતી.

૨૦૧૪માં વડી અદાલતમાં ૪૧ લાખ ખટલા પ્રલંબિત હતા. હવે આ ખટલાની સંખ્યા ૫૧ લાખ પર પહોંચી છે. હાઈ કોર્ટમાં પડતર કેસની સંખ્યા ફક્ત એક વાર ઓછી થઈ છે. ૨૦૨૪માં ટ્રાયલ કોર્ટમાં ૨.૬ કરોડ ખટલા પ્રલંબિત હતા. હવે એ વધીને ૪.૫ કરોડ થઈ ગયા છે.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે