મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઈ લુહાણા
મૂળ ગામ ધીણગી હાલ કાંદિવલી ગોરધનદાસ ધરમસી મોદીના ધર્મપત્ની કાંતાગૌરી (ઉં. વ. 83) સોમવાર તા.9-9-24ના શ્રીજીચરણ પામેલ છે. મથુરાદાસ ગોપાલદાસ બાળદિયા (પડધા)ના દીકરી. અજીત, કેતન, અલ્કા નિતીન રાજા, કાશ્મીરા પરેશ જાખરીચા, સંધ્યા અમિત ગણાત્રાના માતુશ્રી. રીનાના સાસુ. ઉન્નતી, દિધીતી, રાધા, રૂદ્રના દાદી. પ્રાર્થનાસભા બુધવાર તા.11-9-2024ના 5.30 થી 7.00. હાલાઈ લુહાણા મહાજનવાડી, પહેલે માળે, એસ.વી રોડ, કાંદિવલી (5). બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખવામાં આવેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
કપોળ
હરસપુર દેવળીયાવાળા કલંઘર હાલ બોરીવલી નિવાસી અશ્વિનભાઈ ચુનીલાલ હરજીવનદાસ મહેતા (ઉં. વ. 74) 8-9-24ના શ્રીજીચરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. ચી. આશિષ તથા અ.સૌ. નીતલ વિમલકુમાર રમેશચંદ્ર કાંચરીયાના પિતાશ્રી. અ.સૌ. દર્શનાના સસરા. કિરીટભાઈ તથા કિરણબેન ચંદ્રકાન્ત જીવરાજ મુનીના ભાઈ. સસુર પક્ષે સિહોરવાળા સ્વ. કનૈયાલાલ આત્મારામ મહેતાના જમાઈ. ચી. હીરલ, નિયતી, ધ્વનીના દાદા. પ્રાર્થનાસભા ગુરુવાર 12-9-24ના 4 થી 6. શ્રી ગુરુદ્વારા દરબાર, સાઈબાબા નગર, સાઈબાબા મંદિરની બાજુમાં. બોરીવલી (વેસ્ટ) લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
ધોરાજી નિવાસી હાલ ડોંબીવલી રમેશચંદ્ર જગન્નાથ ગગલાણી (ઉં. વ. 78) તે રેખાબેનના પતિ. સ્વ. સુશીલા શાંતિલાલ લોટીયા, મૃદુલા પ્રવિણકુમાર માલવીયા, સ્વ. અનિલ જગન્નાથ ગગલાણી, કિરણ મહેશકુમાર વખારીયા, સ્વ. ભારતીબેન, સ્વ. પ્રતિભા અનિલકુમાર વખારીયા, ગં.સ્વ. હીના શૈલેષકુમાર માવાણી, છાયા જયેશકુમાર મયાણીના ભાઈ. સ્વ. કાંતાબેન ફુલચંદ વખારીયાના જમાઈ. પ્રવિણભાઈ, રમેશભાઈ, શશીકાંતભાઈ, સ્વ. નરેશભાઈ, ગુણવંતી કૃષ્ણકાંત મલકાણ, નીતા નરેશ માવાણીના બનેવી. નમીતા, પ્રતિક, કીંજલના મોટા બાપુજી. 8-9-24ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી મારુ કંસારા સોની
ઘાટકોપર નિવાસી શોભનાબેન બારમેડા (ઉં. વ. 67) તે ગં.સ્વ. લક્ષ્મીબેન દેવજીભાઈ લખમશીભાઈ બારમેડાના પુત્રવધૂ. તે મહેન્દ્રભાઈના ધર્મપત્ની. તે સ્વ. જમનાબેન માવજીભાઈ બુધ્ધભટ્ટી-ભુજના સુપુત્રી. યતીન, યશ્મિ, પ્રશાંતના માતા. તે મિત્તલ, નેહા, પારસભાઈ દોશીના સાસુ. હિતના દાદી. તે રવિવાર 8-9-24ના શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બુધવાર 11-9-24ના 4 થી 5.30, સ્વામિનારાયણ મંદિર, 90 ફૂટ રોડ, લવંડર બાગની બાજુમાં, ઘાટકોપર ઈસ્ટ.
ડીંડુ મહેશ્વરી વણિક
સ્વ. જયેન્દ્રભાઈ અને સ્વ. મિનાક્ષીબેન મહેતાના સુપુત્ર આશિષ મહેતા (ઉં. વ. 56) રવિવાર 8-9-24ના શ્રીજીચરણ પામેલ છે. તે સોનલબેનના પતિ. નિમિતના પિતા. જયેશ મહેતા, આશાબેન ઘીવાલા, દિપ્તીબેન પારેખ તથા મનીષાબેન શાહના ભાઈ. મધુકાંન્તભાઈ તથા ભારતીબેન શેઠના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક પ્રથા બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ
મહેશભાઈ શાંતિલાલ ભટ્ટ (ઉં. વ. 76) તા. 9 સપ્ટેમ્બરના મુંબઈ દહિસર મુકામે કૈલાશવાસી થયા છે. મૂળ વતન સોનગઢ તે શારદાબેન અંબાશંકર વ્યાસ, ગં.સ્વ.આશાબેન અરવિંદભાઈ બધેકા, પંકજભાઈ શાંતિલાલ ભટ્ટના ભાઈ. જય ચિરાગ તેજસના કાકા. લૌકિક પ્રથા બંધ રાખવામા આવી છે.
દશા સોરઠિયા વણિક
માંગરોળ નિવાસી હાલ વિરાર સ્વ.પ્રદીપભાઈ નગીનદાસ લાખાણીના ધર્મપત્ની રીટાબેન (ઉં. વ. 68) તા.9/9/24 સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે બિપીનચંદ્ર અને અશોકકુમારના નાનાભાઈના પત્ની. અમિત, પિન્કી રાજ સિન્હા, જુલી અમરીશ સોનીના માતુશ્રી. કવિતાના સાસુ. પિયરપક્ષે અમદાવાદ નિવાસી સ્વ.વસુમતિ મનુભાઈ શાહના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
દેવયાનીબેન સૂર્યકાંત સ્વાર (ઉં. વ. 68) ગામ કોઠારા પતિ: સ્વ. સૂર્યકાંત નારાયણજી સ્વાર. સાસુ-સસરા: સ્વ. પાર્વતીબેન નારાયણજી સ્વાર, માતા-પિતા: સ્વ. ચંપાબેન ઠાકરશી કતીરા, ભાઇ : સ્વ. ચંદ્રકાંત ઠાકરશી કતીરા, સ્વ.વસંત ઠાકરશી કતીરા, દીકરી જમાઇ: ભાવના રાજેશ ઠક્કર (ચંદે) દીકરા: સ્વ. નિલેશ સૂર્યકાંત સ્વાર, શૈલેશ સૂર્યકાંત સ્વાર. તા. 8-9-24ના શ્રીજીચરણ પામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button