સ્પોર્ટસ

Paris Paralympics: મેડલ વિજેતા ખેલાડીઓ પર ઇનામનો વરસાદ

ગોલ્ડ જીતનાર ખેલાડીઓને મળશે 75 લાખ રુપિયા

નવી દિલ્હીઃ કેન્દ્રિય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ માટે રોકડ ઇનામની જાહેરાત કરી હતી, જેમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાઓને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 30 લાખ રૂપિયા આપવામાં આવશે.

તીરંદાજ શીતલ દેવી જેવા મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મેડલ જીતનાર ખેલાડીઓને 22.5 લાખ રૂપિયા આપવામાં આવશે. રમતગમત મંત્રીએ અહીં મેડલ વિજેતાઓને સન્માનિત કરવા માટે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. માંડવીયાએ 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિકમાં વધુ મેડલ જીતવા માટે પેરા એથ્લેટ્સને સંપૂર્ણ સમર્થન અને સુવિધાઓ આપવાનું વચન પણ આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, “દેશ પેરાલિમ્પિક અને પેરા સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યો છે. 2016માં 4 મેડલમાંથી ભારતે ટોક્યોમાં 19 મેડલ, પેરિસમાં 29 મેડલ જીત્યા અને 18મું સ્થાન મેળવ્યું છે..” “અમે અમારા તમામ પેરા એથ્લેટ્સને તમામ સુવિધાઓ પૂરી પાડીશું જેથી કરીને આપણે 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિકમાં વધુ મેડલ અને ગોલ્ડ મેડલ જીતી શકીએ.

આ પણ વાંચો : Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય એથ્લેટ્સનું ઐતિહાસિક પ્રદાર્શન, આટલા મેડલ્સ જીત્યા

ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સહિત 29 મેડલ સાથે તેના ઐતિહાસિક અભિયાનનું સમાપન કર્યું હતું, જે સ્પર્ધાના ઇતિહાસમાં દેશનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેના શાનદાર પ્રદર્શનથી ભારતે પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં 50 મેડલનો આંકડો પણ પાર કર્યો હતો જ્યારે પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ મંગળવારે ઘરે પરત ફર્યા ત્યારે સેંકડો ચાહકોએ તેમનું સ્વાગત કર્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button