નેશનલ

કાનપુર, અજમેર અને હવે સોલાપુર…. ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર

મુંબઇઃ ઉત્તર પ્રદેશના કાનપુર અને રાજસ્થાનના અજમેર બાદ હવે મહારાષ્ટ્રના સોલાપુરમાં ગુડ્સ ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનું કાવતરું સામે આવ્યું છે. સોલાપુરના કુર્દુવાડી સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો હતો. જોકે, ટ્રેનના લોકો પાયલટની સતર્કતાથી અકસ્માત ટળ્યો હતો, પણ જે રીતે દેશભરમાં ટ્રેન અકસ્માતમાં જે રીતે વૃદ્ધિ થઇ રહી છે, તે જોતા આ એક સુનિયોજિત ષડયંત્ર હોવાનું લાગે છે. રેલવે પરિવહન સેવાનો ઉપયોગ દેશના મોટા ભાગના લોકો કરે છે. આ ઉપરાંત માલસામાનના પરિવહન માટે પણ રેલસેવાનો ઉપયોગ થાય છે અને આ જ સેવા જો ખોરવાઇ જાય તો દેશની વૃદ્ધિનો માર્ગ રૂંધાઇ શકે છે અને વિદેશમાં પણ ભારતની છાપ ખરડાઇ શકે છે.

મળતી માહિતી મુજબ સોલાપુર જિલ્લાના કુર્દુવાડી સ્ટેશન પાસે સિગ્નલ પોઇન્ટ પાસે રેલવે ટ્રેકપર સિમેન્ટનો મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. આ સમયે આ ટ્રેક પરથી ગુડ્સ ટ્રેન પસાર થવાની હતી. ગુડ્સ ટ્રેનના લોકો પાઇલટે દૂરથી જ ટ્રેક પર પથ્થર જોયો હતો અને લગભગ 200 મીટરના અંતરે જ માલગાડીને રોકી લીધી હતી અને મોટો અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો.

આ પહેલા રાજસ્થાનના અજમેરમાં પણ ગુડ્સ ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાના કાવતરાનો મામલો સામે આવ્યો હતો. અજમેર ખાતે તો સિમેન્ટના 70 કિલોના બે બ્લોક મૂકીને માલગાડીને ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ગુડ્સ ટ્રેન સિમેન્ટના બ્લોક તોડીને આગળ વધી ગઇ હતી અને દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પહેલા કાનપુરમાં પણ કાલિંદી એક્સપ્રેસને ઉથલાવી દેવાનું કાવતરું થયું હતું. પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસના પસાર થવાના ટ્રેક એલપીજી સિલિંડર મૂકી દેવામાં આવ્યું હતું. ટ્રેન સિલિંડર સાથે અથડાઇ હતી અને વિસ્ફોટ થયો હતો. સદ્ભાગ્યે કોઇ જાનહાનિ કે અકસ્માત નહોતો સર્જાયો. આ ઘટના અનવરગંજ-કાસગંજ રેલવે લાઇન પર બની હતી આ મામલે પોલીસમાં એફઆઇઆર નોંધાવવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ), યુપી એટીએસ જેવી તપાસ એજન્સીઓ કાલિંદી એક્સપ્રેસને ઉડાવી દેવાના કાવતરાની તપાસમાં જોડાઇ છે. તેમે આ કાવતરા પાછળ આતંકવાદી સંગઠન આઇએસના ખોરાસાન મોડ્યુલનો હાથ હોવાની શંકા છે. આ મોડ્યુલના છોકરાઓ કટ્ટર હોય છે અને તેઓ આવા હુમલા કરતા હોય છે. મધ્ય પ્રદેશમાં 2017માં આવા જ હુમલાઓ થયા હતા. ખોરાસાન મોડ્યુલનો આતંકવાદી સૈફુલ્લાહ લખનઊ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેની પાસેથી સિલિન્ડર અને આઇઇડી પણ મળ્યા હતા. હવે આ મોડ્યુલના આતંકીો ફરીથી સક્રિય થયા હોય એવી અટકળો લગાવવામાં આવી રહી છે.

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…