દર્દમાં હોવા છતાં હસતે મોઢે બાપ્પાને વિદાય કર્યા સલમાન ખાને, જુઓ વીડિયો

અભિનેતા સલમાન ખાનના ઘરે દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુઓના તહેવારો હોય કે મુસ્લિમ સમુદાયના તહેવારો દરેક તહેવારને તેઓ સમાન ઉત્સાહથી ઉજવે છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. સલમાન ખાનની બહેન અર્પિતા પણ દર વર્ષે બાપ્પાની ઘરે પધરામણી કરે છે અને ભક્તિ પ્રમાણે તેનું વિસર્જન કરે છે. અર્પિતાના ગણપતિ વિસર્જનમાં આખો પરિવાર ધામધૂમથી ઉત્સાહપૂર્વક ભાગ લે છે. લોકોના લાડલા ભાઇજાન પણ બાપ્પાની પૂજાઅર્ચના કરે છે અને ધામધૂમથી વિદાય કરે છે.
દર વખતની જેમ આ વખતે પણ સલમાન ખાનના પરિવારે ધામધૂમથી અઢી દિવસના ગણેશજીનું વિસર્જન કર્યું હતું. અને સલમાન ખાને પણ જોરશોરથી ડાન્સ કર્યો હતો. સલમાને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર અર્પિતાના ગણપતિ વિસર્જનનો વીડિયો શેર કર્યો છે. બધાના મોઢા પર ખુશાલી જોવા મળી રહી છે. ઢોલનગારા વાગી રહ્યા છે. બાપ્પાને ઢોલના તાલે વિદાય આપવામાં આવી હતી. વીડિયોમાં દરેક લોકો ડ્રમના તાલે નાચતા જોવા મળ્યા હતા, ત્યારે ભાઈજાન પોતાની પાંસળી પર હાથ રાખીને ધીમે ધીમે નાચતા જોવા મળ્યા હતા. સલમાન ખાનના એક્સપ્રેશન જોઇને એવું લાગી રહ્યું છે કે ડાન્સ કરવાથી તેમને પાંસળીમાં ફરીથી દુખાવો શરૂ થઇ ગયો છે. જોકે, ઈજા અને પીડા હોવા છતાં સલમાન ખાન પૂરા ઉત્સાહમાં હતા. તેમણે પરિવારજનો સાથે ડાન્સ પણ કર્યો, બાપ્પાની આરતીમાં પણ ભાગ લીધો અને બાપ્પાને વિદાય આપતા પહેરા તેમના કાનમાં પોતાની ગુપ્ત ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. સલમાન ખાને બિલ્ડિંગ પરિસરમાં નાનું તળાવ બનાવીને ઇકો ફ્રેન્ડલી ગણપતિનું વિસર્જન કર્યું હતું. તેમના સાળા અને અભિનેતા આયુષ શર્માએ ગણેશ વિસર્જન કર્યું હતું.
આ પણ વાંચો : કંઈક આ રીતે Mukesh Ambani-Nita Ambaniએ કર્યું બાપ્પાનું સ્વાગત, વીડિયો થયો વાઈરલ…
સલમાને તાજેતરમાં પાંસળીની સર્જરી કરાવી છે. ભાઈની તબિયત સારી નથી, છતાં તેઓએ ગણપતિ વિસર્જનમાં ધામધૂમથી ભાગ લીધો હતો. બિગ બોસ-18ના પ્રોમો શૂટિંગ વખતે સલમાન ખાને ખુલાસો કર્યો હતો કે તેમની આગામી ફિલ્મ સિકંદરના શૂટિંગ દરમિયાન તેમને પાંસળીમાં ઈજા થઈ હતી. તેમની બે પાંસળી તૂટી ગઇ હતી. સલમાન ખાનની ફિલ્મ સિકંદર આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે રશ્મિકા મંદન્ના જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદોસે કર્યું છે. ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. સાજિદ નડિયાદવાલાએ ભાઇજાન સાથે ‘કિક’, ‘જુડવા’ અને ‘મુઝસે શાદી કરોગી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. હાલમાં ભાઇજાન સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે.