વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

નેટીઝન્સને પસંદ ના પડ્યો iPhone 16, સોશિયલ મીડિયા પર રમુજી મીમ્સ વાયરલ

મુંબઈ: ટકનોલોજી જાયન્ટ Apple એ ગઈ કાલે યોજેલી ‘Its Glowtime’ ઇવેન્ટમાં iPhone 16 લાઈઅપ લોન્ચ કરી હતી. એપલે ચાર નવા iPhone મોડલનું અનાવરણ કર્યું: iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max. એપલ આઈફોન સેલમાં વધારો કરવા અને ટેક્નોલોજીની રેસમાં બાકી કંપનીથી આગળ નીકળવાનું લક્ષ્ય ધરાવે છે.

અઈફોન્સ લોન્ચ થયા બાદ ઓનલાઈન પ્લેટફોર્મ પર યુઝર્સનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા યુઝર્સે નવા અઈફોન્સ અંગે નિરાશા વ્યક્ત કરી છે. યુઝર્સે લખ્યું કે અમને ‘સૌથી મોટી ડિસ્પ્લે અને સૌથી પાતળી ડિઝાઇન’ કરતાં વધુની અપેક્ષા હતી.

એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે તમારા iPhone 15 Pro Max ને iPhone 16 Pro Max કેવી રીતે બનાવવો, વૉલપેપર બદલો, ફોનનું નામ બદલીને “iPhone 16 Pro Max” કરો, કોન્ફીડન્ટ રહો અને બસ, તમારો નવો iPhone 16 Pro Max વાપરવા માટે તૈયાર છે.

કેટલાક યુઝર્સે iPhone 15 અને iPhone 16 વચ્ચેના નજીવા તફાવત ધ્યાનમાં રાખીને રમુજી મીમ્સ બનાવ્યા હતા, એક મિમમાં એક આધેડ નવો શર્ટ ખરીદી રહ્યો છે જયારે તેણે એવો શર્ટ પહેલેથી જ પહેરેલો છે.

https://twitter.com/PlayboyBPAC/status/1833377474543251880

iPhone 16 સિરીઝની આકરી કિંમતો વિશે કટાક્ષ કર કેટલાક યુઝર્સે ‘આઇફોન માટે કિડની વેચવી’ અંગેના અગાઉ વાયરલ થયેલા મીમ્સ શેર કર્યા.

Apple launched iPhone 16 lineup Netizens reacts with funny memes on social media

અન્ય એક યુઝરે લખ્યું કે “કેમેરાનું બટન જોઈને મને ગુસ્સો આવી રહ્યો છે.”

એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, ” જો તમે નવા #iPhone16 થી પ્રભાવિત થયા નથી તો તમે ખરેખર હવે મેચ્યોર છો.”

એક યુઝરે લખ્યું કે “એપલે એક અલગ કેમેરા બટન માટે માટે આખો ફોન લોન્ચ કર્યો છે. સરસ.”

Also Read-

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button