તરોતાઝા

પીડા પર કાબૂ મેળવવા માટે ફિઝિયોથેરાપી પર વધતો લોકોનો વિશ્વાસ

સારવાર – રેખા દેશરાજ

દર્દ કે પીડાને આપણે જોઇ શકતા નથી કે નથી સૂંઘી શકતા કે ન તો ચાખી શકતા. કદાચ સતત આપણે અનુભવી પણ નથી શકતા. તેમ છતાં પીડાને તબીબી ભાષામાં એક ઇન્દ્રિય માનવામાં આવી છે. જી હાં પીડા એક ઇન્દ્રિય છે.

પહેલા પીડાને લઇને એવો વિચાર હતો કે આનાથી છુટકારો મેળવવો કદાચ શક્ય નથી. પરંતુ એડવાન્સ મેડિકલ સુવિધાઓના લીધે આજે દર્દ પર સરળતાથી કાબૂ મેળવી શકાય છે. પરંતુ તાજેતરના દાયકાઓમાં પીડા પર દવાઓથી કાબૂ મેળવવાના પરિણામ સ્વરૂપ સાઇડ ઇફેક્ટસની તકલીફો ઊભી થાય છે એ જાણવા મળ્યા બાદ લોકોએ વધુ એક મોટી સમસ્યાનો અનુભવ કર્યો છે. જેના કારણે જ વર્તમાન સમયમાં દુનિયાભરમાં ફિઝિયોથેરાપીને પીડાની સૌથી કારગર ઔષધિના રૂપમાં માન્યતા મળી રહી છે.

ધ્યાન આપવા જેવી વધુ એક વાત એ છે કે પહેલા દર્દ કે મોટી પ્રાકૃતિક દુર્ઘટના સંબંધિત પરિસ્થિતિઓ વખતે પીડાનો ઓછો સામનો કરવો પડતો હતો. પરંતુ આજની અતિશય વ્યસ્ત જીવનશૈલીમાં પીડા આપણી લાઇફસ્ટાઇલનો ભાગ બની ગઇ છે. કારણ કે કામકાજમાં વધતી મશીનરી અને ટેક્નોલોજીની સુવિધાઓને લીધે આપણે દિવસનો મોટાભાગનો સમય વ્યસ્ત અને કાર્યરત રહેતા હોવા છતાં શારીરિક રીતે આપણી ગતિવિધિઓ ઓછી અથવા તો સ્થિર જેવી હોય છે. તેથી નિયમિત રીતે વ્યાયામ કર્યા વગર શરીરને જરૂરી સક્રિયતા અને મોબિલિટી મળતી નથી. જેના કારણે આજની તારીખમાં મોટાભાગના લોકો શરીરના કોઇને કોઇ ભાગના દર્દથી પીડાતા રહે છે.

વળી આ દર્દથી બચવા માટે તેઓ વધુ દવા પર નિર્ભર રહે તો તેની અનેક સાઇડ ઇફેક્ટસ ઊભી થાય છે. જ્યારે ફિઝિયોથેરાપી પીડા રહિત એક એવું અર્ધતબીબી માધ્યમ છે જેમાં દવાઓનો કાં તો મામૂલી અથવા તો સદંતર ઉપયોગ થતો નથી. તેથી ફિઝિયોથેરાપીથી આપણે અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટસથી બચી શકીએ છીએ. આ જ કારણ છે કે આજે સમગ્ર દુનિયામાં ખાસ કરીને મોર્ડન કોમ્પ્યુટર લાઇફસ્ટાઇલથી ઘેરાયેલા યુવાનો શરીરના વિવિધ ભાગોનાં દર્દોથી રાહત મેળવવા માટે દવાઓથી વધુ ફિઝિયોથેરાપી પર વિશ્ર્વાસ કરે છે.

ફિઝિયોથેરાપી શા માટે મહત્ત્વપૂર્ણ છે?
જો તમારા શરીરના કોઇ પણ ભાગમાં સતત પીડા થઇ રહી છે તો ફિઝિયોથેરાપી શા માટે પસંદ કરવી જોઇએ? એ સવાલ છે. આનું પહેલું કારણ એ છે કે ફિઝિયોથેરાપિસ્ટ દર્દ પર કાબૂ મેળવવા માટે શ્રેષ્ઠ રીતે પ્રશિક્ષિત હોય છે. આ જ કારણ છે કે તેમને મૂવમેંટ ડિસઓર્ડરના ઇલાજમાં નિષ્ણાંત માનવામાં આવે છે. તેઓ આપણને પીડામાંથી મુક્તિ અપાવવાની અને તેના પર સારી રીતે કાબૂ મેળવવાની સૌથી વૈજ્ઞાનિક અને શરીરને અનુકૂળ રીત શીખવે છે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અને સાઇન્ટિફિક રીતે ડિઝાઇન કરવામાં આવેલી રીત ઇજામાંથી બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવાય છે. જેમાં શારીરિક વ્યાયામને અત્યંત વૈજ્ઞાનિક રીત પ્રદાન કરવામાં આવે છે જે ઉપચારનું માધ્યમ બની જાય છે.

ફિઝિયોથેરાપિસ્ટ:
વિશ્વસનીય ઉપચારક
ફિઝિયોથેરાપિસ્ટ તમારી ઇજાનો અને તમારી પીડાની સ્થિતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તમારા શરીરને અનુરૂપ રિક્વરી યોજના સૂચવે છે. જ્યારે મેડિકલ પ્રક્રિયામાં રોગના સૈદ્ધાંતિક ઉપચાર પર ભાર આપવામાં આવે છે. ત્યાં તમારી વ્યક્તિગત ઇજા કે શારીરિક સંરચના પર એટલું ધ્યાન આપવામાં નથી આવતું જેટલું કોઇ દવાના સૈદ્ધાંતિક રૂપથી વિકસિત કરવાના સિદ્ધાંત પર ભાર આપવામાં આવે છે.

ફિઝિયોથેરાપીમાં કોઇ બીજાને બદલે તમે ખુદ તમારા ઉપચારક હોવ છો. ફિઝિયોથેરાપિસ્ટ તો એક પ્રકારનો નિર્દેશ આપે છે અને તમે તમારા શરીરની અનુકૂળ સહનશક્તિ અનુસાર તેનું પાલન કરો છો. જેમાં ખાસ કરીને તમારી પ્રકૃતિ અને પ્રગતિ બંનેને ટ્રેક કરવામાં આવે છે. હકીકતમાં ફિઝિયોથેરાપિસ્ટને દર્દ નહીં પણ દર્દ પેદા કરનારી સ્થિતિઓનો ઇલાજ કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે. આ જ કારણ છે કે રમતની ઇજા, સંધિવા પીડા, પીઠનો દુખાવો, માથાનો દુખાવો અને ઘણા પ્રકારના જૂના અને લાંબા સમયથી થતા દર્દથી છુટકારો ફિઝિયોથેરાપિસ્ટ અપાવી શકે છે.

ખાસ કરીને એટલા માટે કે આ પ્રકારમાં વધુ અનુકૂળતા અને પરીણામ મળે છે. કારણ કે આમાં ખુદ તમે તમારા દર્દના નિવારણના ઇલાજમાં ફિઝિયોથેરાપિસ્ટના નિર્દેશો અનુસાર સામેલ થાવ છો. તેઓ તમને શીખવે છે કે કઇ રીતે સ્થિતિઓ પર કાબૂ મેળવી શકાય. તેથી ફિઝિયોથેરાપી દ્વારા પીડામાંથી છુટકારો મેળવવો સરળ હોય છે.

મોંઘા ઉપચારનો સસ્તો વિકલ્પ
સર્જિકલ સારવાર અને અન્ય મોંઘી સારવારની સરખામણીએ ફિઝિયોથેરાપી ઘણા ઓછા ખર્ચમાં તમને વધુ સટીક પરિણામ આપે છે. જે દર્દનો ઇલાજ મોટી મોટી હોસ્પિટલોમાં ઓર્થોપેડિક નિષ્ણાંતો, રૂમેટોલોજિસ્ટ અને ન્યુરોલોજિસ્ટ ભારે ભરખમ ફી અને મોંઘી દવાઓથી કરે છે એ જ સમસ્યાઓનો પ્રશિક્ષિત ફિઝિયોથેરાપિસ્ટ ઘણી જ ઓછી કિંમતે નિયમિત એક્સરસાઇઝના માધ્યમથી કરે છે. તેમજ દર્દ, ચુસ્તતા અને બેચેની જેવી પરેશાનીઓથી કાયમી અને સંતોષકારક પરિણામ મળે છે.

હકીકતમાં ફિઝિયોથેરાપી એક સુરક્ષાત્મક જોગવાઇ છે. જે આપણને એ જણાવે છે કે આપણે આપણા શરીરના વિવિધ ભાગોનો કઇ રીતે સ્પર્શ કરવો, કઇ રીતે તેની માલિશ કરવી અને કઇ રીતે તેને થેરાપી પ્રદાન કરવી. આ હકીકતમાં બહુ ઓછી જોખમકારક ઇલાજની સુરક્ષિત રીત છે. કારણ કે આપણે એ વાતને સારી પેઠે જાણતા હોઇએ છીએ કે આપણા શરીરનો કોઇપણ ભાગ યોગ્ય નથી. તેથી આપણે એની ચિંતા કરવાની સાથે તેને હીલિંગ ટચ આપવાનો હોય છે. જેથી તે ઝડપથી રિકવર થાય છે અને આપણે દર્દ, ઇજા અને શરીરમાં ભાંગતોડની પરેશાનીથી રાહત મેળવીએ છીએ.

ફિઝિયોથેરાપી હકીકતમાં સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપનાર તથા બીમારીને રોકવા માટે કે એના જેવી રીતોથી સમસ્યાનું સમાધાન કરવાનો પુનર્વાસ ઉપચાર છે. એટલે કે તેના માધ્યમથી આપણે વધારાની કે કોઇ પણ સાઇડ ઇફેક્ટ ઊભી કરનારી દવાઓનો ઉપયોગ કર્યા વિના શારીરિક તકલીફોથી છુટકારો મેળવીએ છીએ. આ સૌથી પ્રાચીન અને પ્રાકૃતિક રીત છે. આ જ કારણ છે કે આજકાલ સમગ્ર દુનિયામાં ખતરનાક સાઇડ ઇફેક્ટવાળી મેડિકલ પ્રેક્ટિસના બદલે ફિઝિયોથેરાપીની માગ વધી છે.

Also Read

Show More

Related Articles

Back to top button
પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી…