આપણું ગુજરાત

Surat ના ઉમરપાડામાં આભ ફાટ્યું, બે કલાકમાં છ ઇંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવામાં પણ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે.

સુરતના(Surat)ઉમરપાડામાં સવારના બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરમિયામ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક 21 જિલ્લાના 80 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં સિઝનનો સરેરાશ 122 ટકાને પાર વરસાદ વરસી ચુક્યો છે.

આજે સવારના બે કલાકમાં કુલ 44 તાલુકામાં વરસાદ

આજે મંગળવારે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં સવારે છ થી આઠ દરમિયાન કુલ 44 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડા માં માત્ર બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉદભવી છે. દક્ષિણ ગુજરાતના નર્મદાના સાગબારામાં બે ઈંચથી વધુ, તાપીના કુકરમુન્ડામાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે દાહોદમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આઠ તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અને 29 તાલુકામાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં આજે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં ગણદેવી અને સાગબારામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત રાજ્યના 20 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય 60 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 122 ટકા વરસાદ

ગુજરાતમાં ચાલુ વર્ષે તમામ ઝોનમાં ધોધમાર વરસાદ વરસતા રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 122 ટકાને પાર થઈ ગયો છે. ઝોનવાઈઝ વરસેલા વરસાદમાં કચ્છ ઝોનમાં 183 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 106 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 119 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 129 ટકા અને સાઉથ ગુજરાત ઝોનમાં 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી