બાળકોનું રસીકરણ ટાળવું જોખમી બની શકે છે…
ફોક્સ – રાજેશ યાજ્ઞિક
વિશ્વએ કોવિડ રોગચાળાનો સામનો કર્યો ત્યારે અભૂતપૂર્વ કહી શકાય તેવી રસીકરણ ઝુંબેશ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં થઈ હતી. જોકે આ તો એવો રોગચાળો હતો જે અચાનક ફાટી નીકળ્યો અને અચાનક તેના ઈલાજની જરૂર પડી, પણ ભારતમાં એવા અનેક રોગ વર્ષોથી હતા, જેને કારણે લાખો બાળકો અને વયસ્કોના જીવને જોખમ હતું અથવા કાયમી પંગુતા આવી જતી હતી. ઉદાહરણ તરીકે પોલિયોનો રોગ. તેવી જ રીતે, ટીબી, શીતળા, કુષ્ઠ રોગ, મલેરિયા જેવા રોગે પાછલા છ-સાત દાયકાઓમાં હજારો લોકોને પોતાના શિકાર બનાવ્યા છે.
આ રોગોની નાબૂદીમાં સૌપ્રથમ અડચણ હતી શિક્ષણનો અભાવ. લોકોમાં ફેલાયેલી ગેરસમજ અંધશ્રદ્ધાની હદે હતી, જેને કારણે લોકો ડોક્ટર પાસે ઈલાજ કરાવવાને બદલે ઘણા કિસ્સાઓમાં ભૂવા-ડાકલાને રવાડે ચડીને પોતાના સ્નેહીઓના જીવથી હાથ ધોઈ બેસતા હતા. સદનસીબે હવે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, આધુનિક તબીબી સુવિધાઓ છેવાડાના લોકોને પણ ઉપલબ્ધ થવા માંડી છે, જેને કારણે લોકોમાં જાગૃતિ પણ આવી છે અને ત્વરિત ઈલાજ પણ સંભવ બન્યો છે. રોગોને નાથવા માટે સરકારી અને સામાજિક સ્તરે જાગૃતિ અભિયાનથી લઈને રસીકરણના પ્રયત્નોને કારણે રોગોને નિયંત્રણમાં લેવા અથવા નાબૂદ કરવામાં મહદંશે સફળતા પણ મળી છે. આ બધા પ્રયત્નોમાં સરકારી સ્તરે રોગોની નાબૂદી માટે રસીકરણ ઝુંબેશે ખુબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
આમ છતાં યુનિસેફે ૨૦૨૩માં કરેલાં સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જેને એકપણ રસી આપવામાં ન આવી હોય તેવાં બાળકોની સંખ્યામાં ભારત ૧.૬ મિલિયન ( ૧ મિલિયન= ૧૦ લાખ) બાળકો સાથે વિશ્ર્વમાં બીજા નંબરે છે. પહેલા નંબરે છે નાઈજીરિયામાં ૨.૧ મિલિયન બાળકો . ભારત માટે આ અત્યંત ચોંકાવનારી વાત છે. પાછું ૨૦૨૨ની સંખ્યા કરતાં ઝીરો ‘ડોઝ’ બાળકોની સંખ્યામાં ૬ લાખનો વધારો પણ નોંધાયો છે. તે ઉપરાંત પહેલો ડોઝ લઈને પછીના ડોઝ ન મેળવનાર બાળકોની સંખ્યા ઉમેરીએ તો આંકડો દસ ગણો વધી જાય!
રસીકરણ એ બાળકોને ૧૪ ગંભીર પ્રકારના રોગોથી બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે, જે બાળક માટે ૨ વર્ષની ઉંમર પહેલા જીવલેણ બની શકે છે. તેમ છતાં, અનેક માતા-પિતા રસી આપવાનો ઇનકાર કરે છે અને માને છે કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ સુધારવા માટે અમુક રોગોના સંપર્કમાં આવવું મહત્ત્વપૂર્ણ છે, જ્યારે અન્ય માને છે કે બાળકની કુદરતી રોગપ્રતિકારક શક્તિ કોઈપણ પ્રકારની રસીકરણ કરતાં વધુ સારી અને વધુ અસરકારક છે. સ્થિતિ એવી છે કે રસીકરણ વિશે લોકોની બેદરકારીને વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ વિશ્ર્વના ટોચના ૧૦ આરોગ્ય જોખમોમાંની એક ગણાવી છે.
આ બધા વચ્ચે લોકોએ સમજવું પડશે કે રસીકરણ કઈ રીતે ઝિંદગી બચાવે છે અને રસીકરણ ન કરવાનાં જોખમો અને પરિણામો જાણી લેવા જેવા છે, જેમકે…. તમારા બાળકોને ગંભીર બીમારી થવાની શક્યતા
શું તમે જાણો છો કે જે બાળકો સમયસર સંપૂર્ણ રસીકરણ મેળવતા નથી એ હેપેટાઇટિસ, ટ્યુબરક્યુલોસિસ, વ્યૂપિંગ કફ અને ડિપ્થેરિયા જેવા રોગના ભોગ બને છે. વધુમાં, રસીકરણ ન થયું હોય એ બાળકો ઓરી હોય ત્યારે ઝાડા, ન્યુમોનિયા, અંધત્વના ભોગ બની શકે. પરિવારમાંય અન્ય ગંભીર બીમાર થવાની શક્યતા વધારે. તમે બીમાર પડો ત્યારે ઘરનાં બાળકો- પૌત્રો અને માતા-પિતા માટે પણ બીમારીનું જોખમ ઊભું થઈ શક્રે. શિશુઓમાં પેર્ટ્યુસિસ (જેને આપણે ત્યાં મોટી ઉધરસ અથવા ઉટાંટિયું કહે છે) ચેપનો સૌથી સામાન્ય સ્ત્રોત પુખ્ત વયના લોકો છે.. આ ચેપ બાળકો માટે જીવલેણ પુરવાર થઈ શકે.
પુખ્ત વયના લોકો પણ હળવા લક્ષણો સાથે ઘાતક પરિણામોનો શિકાર બની શકે છે; ઉદાહરણ તરીકે, રૂબેલા વાયરસથી સંક્રમિત સગર્ભા સ્ત્રીઓને જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ (સીઆરએસ) તરીકે ઓળખાતી વિવિધ વિકૃતિઓ ધરાવતા બાળકોને જન્મ આપવાનું જોખમ વધુ હોય છે. ઓરીના વાયરસથી સંક્રમિત થતી સગર્ભા સ્ત્રીઓને કસુવાવડ થવાનું જોખમ રહેલું છે.
સમાજમાં રોગચાળાના વાહક બની શકો છો
ચેપી રોગના કેસ વ્યાપક સમુદાયના પ્રકોપ તરફ દોરી શકે છે. આ કારણે સરકાર હજુ પણ બાળકોને પોલિયોની રસી આપે છે. જ્યારે વધુ બાળકો એમનું રસીકરણ ચૂકી જાય છે, ત્યારે ઘણાં વર્ષોથી ઘટી રહેલા વિવિધ રોગ અચાનક ફરી ફાટી નીકળે છે.
ખર્ચાળ સારવાર: રોગોની માત્ર વ્યક્તિઓ અને એમના પરિવારો પર જ સીધી અસર થતી નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એ ખર્ચાળ બને છે.
ઉદાહરણ તરીકે, ડિપ્થેરિયા રોગની સારવાર કરવાની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં તાત્કાલિક સારવારની જરૂર પડશે. દર્દીને આઇસોલેશન રૂમમાં મૂકવામાં આવે છે અને એને ખાસ દવાઓની જરૂર પડે છે. સરેરાશ ઓરીની બીમારી ૧૫ દિવસ સુધી ચાલી શકે છે. જે પુખ્તવયના લોકોને હેપેટાઇટિસ થાય છે તો એ સરેરાશ એક મહિનાનું કામ ગુમાવે છે.
સીઆરએસ સાથે જન્મેલા બાળકના કિસ્સામાં એમને આજીવન સારવાર અને મોંઘી તબીબી સારવારની જરૂર પડે છે.
આયુષ્યમાં ઘટાડાનું જોખમ અપૂર્ણ રસીકરણ અપેક્ષિત આયુષ્યમાં ઘટાડો કરી શકે છે, જ્યારે શિશુઓમાં સંપૂર્ણ રસીકરણ આયુષ્યમાં વૃદ્ધિ લાવી શકે છે. ડેટા-આંક્ડા દર્શાવે છે કે જે બાળકો નાનપણમાં સંપૂર્ણ રસીકરણ મેળવતા નથી એમને અન્ય વિવિધ રોગો થવાની શક્યતા વધુ હોય છે અને તેથી એમનું સરેરાશ આયુષ્ય ઘટે છે.
આમ તબીબોની સલાહ મુજબ બાળકોનું રસીકરણ નિયમિત રીતે કરાવવું જોઈએ. જાતે જ નિષ્ણાત બનીને નિર્ણયો ન લેવા જોઈએ.ટલ ભૂત બંગલા છે. આ શેર કરવાની સાથે અક્ષય કુમારે એક શાનદાર કેપ્શન પણ લખ્યું છે.
જોકે આ ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. ફિલ્મ 2025ના અંતમાં રિલિઝ થાય તેવી સંભાવના છે. અક્ષય પોતાની ફિલ્મના શૂટિંગ જલદી પૂરા કરી નાખવા માટે જાણીતો છે. હવે આ જોડી ફરી કોઈ કમાલ દેખાડે છે કે નહીં તે તો ફિલ્મની રિલીઝ પછી જ ખબર પડશે.