રાશિફળસ્પેશિયલ ફિચર્સ

સૂર્ય પર પડશે શનિની દ્વષ્ટિ, આ ત્રણ રાશિના જાતકો પર થશે ધનની વર્ષા, સફળતા ચુમશે કદમ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?


અગાઉ અનેક વાર જેમ વાંચ્યું અને સાંભળ્યું છે એ જ રીતે દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, નક્ષત્ર પરિવર્તન કરે છે. આ રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી નરસી, ઓછા વધતા પ્રમાણમાં અસર જોવા છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર દર મહિને ગ્રહોના રાજા સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, જેને કારણે વિવિધ રાશિના જાતકો પર આ ગોચરની અસર જોવા મળે છે. હાલમાં સૂર્ય પોતાની સ્વ રાશિમાં એટલે કે સિંહ રાશિમાં બિરાજમાન છે અને અહીં તેઓ 16મી સપ્ટેમ્બર સુધી રહેશે. 16મી સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી ગોચર કરીને સાંજે 07:52 કલાકે બુધની રાશિ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ ગોચરને કારણે અનેક રાશિના જાતકોને વિશેષ લાભ થશે. દરમિયાન શનિની દૃષ્ટિ પણ સૂર્યદેવ પર પડી રહી છે, જેના કારણે ઘણા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. ચાલો, જોઈએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે આ સમયગાળો શુકનિયાળ સાબિત થવા જઈ રહ્યો છે.

મિથુન: મિથુન રાશિના જાતકોની ચાલી રહેલી શનિની સાડાસાતીમાં સૂર્યની આ શુભ દશાથી પુષ્કળ લાભ થઈ શકે છે. આગામી કેટલાક દિવસોમાં અનેક મહત્વપૂર્ણ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશો. ભાગ્યનો સાથ મળતા જ કેટલીક જૂની કાયદાકીય બાબતોમાંથી પણ રાહત મળશે. વેપારી વર્ગના લોકો પોતાના વ્યવસાયના વિસ્તરણ વિશે ચર્ચા કરશે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ શકે છે.

કર્ક: કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગ્રહોના રાજા સૂર્ય ભગવાનની વિશેષ કૃપાના કારણે પ્રેમ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. આ ઉપરાંત, તમને તમારા વ્યવસાયના એકસપાનશનમાં આવી રહેલા અવરોધમાંથી પણ રાહત મળી રહી છે. આવનાર સમયમાં નોકરીયાત લોકોના અટકી પડેલા કામ પૂર્ણ થશે. પૈસા કમાવવાની ઘણી નવી તકો મળશે. જે લોકો લાંબા સમયથી દેવાથી પરેશાન છે તેમની સમસ્યાનો ઉકેલ પણ મળશે.

મીન: આ રાશિના લોકોના જીવનમાં 16મી સપ્ટેમ્બર સુધી ખુશીઓ બની રહેશે. બેરોજગાર લોકો માટે સારી નોકરીની ઓફર મળશે. વ્યાપારીને કોઈ કોર્ટ કેસમાંથી રાહત મળી શકે છે. જેમણે હજુ સુધી તેમની ઇચ્છિત કોલેજમાં એડમિશન લીધું નથી તેમને મહિનાના અંત સુધીમાં સારા સમાચાર મળી શકે છે. ઘરમાં કોર વડીલની બગડેલી તબિયતમાં પણ સુધારો થવાની શક્યતાઓ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button