ટોપ ન્યૂઝનેશનલ

GST નહિ “રાહત”ની કાઉન્સિલની બેઠક: જીવન વીમાથી લઈને કેન્સરની દવાઓ થશે સોંઘી…

નવી દિલ્હી: દેશમાં વીમા પોલિસી ખરીદનારા કરોડો લોકોને એક બહુ મોટી રાહત મળવા જઈ રહી છે. આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની (Nirmala Sitharaman) અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની (GST Council) બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વીમા અને જીવન વીમા પ્રિમીયમ પરના GST દરને હાલના18 ટકાથી ઘટાડવા માટે સંમતિ દર્શાવવામાં આવી છે. આ સિવાય કેન્સર દવાઓ અને ધાર્મિક યાત્રાઓ માટેના હેલીકોપ્ટરની સેવામાં પણ જીએસટી દરો ઘટાડવામાં આવ્યા છે. જોકે આખરી નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે.

હાલ પ્રાપ્ત માહિતી અનુસાર કર માળખાને તર્ક સંગત બનાવવાની કેન્દ્ર અને રાજ્ય સરકારના કર અધિકારીઓની સમિતિએ સોમવારે જીએસટી પરિષદની સમક્ષ એક અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં GST કપાત પર જીવન, આરોગ્ય અને રિઇન્શ્યોરન્સ પ્રિમિયમનો ડેટા અને વિશ્લેષણ છે. સોમવારે કેન્દ્રીય અને રાજ્યના કર અધિકારીઓની કમિટી ઓન ટેક્સ રેટ રેશનલાઇઝેશન અથવા ફિટમેન્ટ કમિટીએ GST કાઉન્સિલને રિપોર્ટ સુપરત કર્યો હતો. તેમાં GST કપાત પર જીવન, આરોગ્ય અને રિઇન્શ્યોરન્સ પ્રિમિયમનો ડેટા અને વિશ્લેષણને રજૂ કરવામાં આવ્યા છે.

અંતિમ નિર્ણય આગામી બેઠકે:
હાલ પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર સ્વાસ્થ્ય અને જીવન વીમા પર જીએસટીના દરોમાં ઘટાડા પર વ્યાપક સહમતી બની ચૂકી છે, પરંતુ આગામી બેઠકમાં તેના વિશે નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અને રાજ્યોના મુખ્ય પ્રધાનોની હાજરીમાં GST પરિષદની 54મી બેઠક ચાલી રહી છે. જેમાં મોટાભાગના રાજ્યોએ જીવન વીમા પ્રીમિયમના દરના ઘટાડાના પક્ષમાં છે કારણ કે જીએસટી સંગ્રહમાં વધારાની સાથે કરદાતાઓને લાભદાયી થાય તેવી સુવિધા મળવાની આશા છે.

જો GSTના દરોમાં ઘટાડો કરવામાં આવે છે, તો કરોડો પોલિસીધારકોને ફાયદો થશે કારણ કે પ્રીમિયમની રકમ ઘટી જશે. GSTના અમલીકરણ પૂર્વે વીમા પ્રીમિયમ પર સર્વિસ ટેક્સ લાગતો હતો. 2017માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો ત્યારે સર્વિસ ટેક્સને GSTમાં સ સમાવેશ કરવામાં આવ્યો હતો.

કેન્સરની દવાઓ સહિત આ પણ સોંઘું:
GST કાઉન્સિલની બેઠક બાદ રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નમકીન પર GST હવે 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય કેન્સરની દવાઓ પર 12 ટકાના બદલે માત્ર 5 ટકા જીએસટી લાગશે. તેનાથી કેન્સરની દવાઓ ઘણી સસ્તી થશે અને દર્દીઓને રાહત મળશે. સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ધાર્મિક યાત્રા પર જતા વરિષ્ઠ લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીટ શેરિંગના આધારે હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરતા મુસાફરોને GSTમાંથી રાહત આપવામાં આવી છે. તેને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેથી કેદારનાથ, બદ્રીનાથ અને વૈષ્ણોદેવી જેવા તીર્થસ્થળો પર જનારા શ્રદ્ધાળુઓને રાહત મળશે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી