મરણ નોંધ

જૈન મરણ

વલ્લભીપુર નિવાસી હાલ મીરા રોડ સ્વ. ભારતભાઈ બાલુભાઈ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. લતાબેન મહેતા 6-9-24ના અરિહંતશરણ પામ્યા છે. તે જિનેશ, વિભાના માતુશ્રી. નરેશ જૈન તથા મનસ્વીના સાસુની પ્રાર્થનાસભા 10-9-24ના 4 થી 6. ઠે.રાજસ્થાન હોલ, 60ફીટ રોડ, ભાયંદર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
પાટણ જૈન
સંઘવીના પાડાના હાલ વસઈ સ્વ. પ્રતાપચંદ્ર પન્નાલાલ પટવાના ધર્મપત્ની ગં.સ્વ. નીનાબેન (ઉં. વ. 77) તે સ્વ. હસુમતીબેન મોહનલાલ શાહના સુપુત્રી. તે નંદિતા, સ્નેહલ, કેતકીના માતા. કેતનકુમાર, ફોરમ અને નિમેશકુમારના સાસુ. ધૈર્યના દાદી. ક્રીમી, દીપ અને આયુષના નાની. જ્યોસ્નાબેન, રૂપાબેન, નલિનીબેન અને પ્રકાશભાઈના બેન. સોમવારે 9-9-24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
સુરત વિશા ઓસવાલ જૈન
સુરત નિવાસી હાલ મુંબઈ સ્વ. હેમેન્દ્રભાઈ સરકાર (ઉં. વ. 70 વર્ષ) 6-9-24 શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભદ્રાબેન ફૂલચંદ સરકારના પુત્ર. સ્વ. પૂર્ણિમાબેનના પતિ. દર્શિતાબેન, વૈભવભાઈના પિતાશ્રી. હેતલબેન, ચિરાગભાઈના સસરા. વિનીતભાઈ, દેવયાનીબેન, અનીલાબેન તથા શોભનાબેનના ભાઈ તેમજ સ્વ. જશવંતીબેન બાબુભાઈ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા બુધવાર 11-9-24ના 4 થી 6. સ્થળ- ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ-7.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ મુંબઇ અ. સૌ. ચારૂલતા બેન શાહ (ઉં. વ. 77) તે સ્વ.ગણપતલાલ પૂનમચંદ દોશીના સુપુત્રી. સુરેશભાઇ કાંતિલાલ શાહના ધર્મપત્ની. સુજીતભાઇ, વૈશાલીબેનના માતુશ્રી. ભારતીબેન તથા સચીનકુમારના સાસુ. ક્નિનરી ધીરમકુમાર કોટડીયાના દાદી. બીપીનભાઇ, સ્વ. પ્રમોદભાઇ, અશ્વિનભાઇ, ગુણવંતીબેન, ઉર્મિલાબેન, ચંદ્રબેન તથા સ્વ. તરલીકાબેન સ્નેહકાંત વોરાના ભાભી. તા. 6-9-24ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશાશ્રીમાળી જૈન
વાંકુના ખારચીયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.પિયુષ હીરાલાલ મહેતાના ધર્મપત્ની મધુબેન (ઉં. વ.76) તે કૌશલ, વિશાલ તથા સપનાના માતુશ્રી. ભાવિની, શિલ્પા, જતિનના સાસુ. પિયર પક્ષે સ્વ. કાનજી જુઠા વોરાના સુપુત્રી. વેદાંત, જય/મિષા, ઝિયાના દાદી/નાની તા.2/9/24, સોમવારના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
પાડરશીંગા નિવાસી હાલ બોરીવલી અ.સૌ.રેખાબેન ગોહિલ (ઉં. વ. 54) તે સુધીરભાઈ હરજીવનદાસ ગોહિલના ધર્મપત્ની. સ્વ. ઇન્દુમતી નરભેરામ શાહના દીકરી. પરાગ તથા મિલનના માતુશ્રી. સંયતી તથા સંગીતાના સાસુ. અશોકભાઈ તથા કિરીટભાઈના ભાભી. ક્રીશીવ, શ્લોક, રીધાન્તના દાદી. તા. 7/9/24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા 12/9/24ના 10 થી 12 કલાકે પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઘોઘા નિવાસી હાલ કાંદિવલી ભરતભાઈ મોહનલાલ સંઘવી (ઉં. વ. 80) 8/9/24ના અરિહંતશરણ પામેલ છે. તે નીલાબેનના પતિ. અભયના પિતા. સ્વ.કુમારભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ, સ્વ.મધુકરભાઈ, પ્રકાશભાઈ, સ્વ.રાજેન્દ્રભાઇ, સ્વ. રસીલાબેન, સ્વ.વર્ષાબેન, મીનાક્ષીબેનના ભાઈ. ક્રિનાબેનના સસરા. જેસરવાળા ફતેચંદ વેલચંદ શાહના જમાઈ, હેતના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દિગંબર જૈન
સુરેન્દ્રનગર નિવાસી નાગનેશ હાલ મલાડ નટવરલાલ લાલચંદ રૂઘનાથ શાહના ધર્મપત્ની હંસાબેન શાહ (ઉં. વ. 88) તે 7/9/24ના દેહપરિવર્તન કરેલ છે. સંજય તથા જીજ્ઞા હેમંત શાહના માતુશ્રી. પન્ના તથા હેમંત રમણીકભાઈ શાહના સાસુ. શ્રેષ્ઠા આશિષ સુઇયા, સ્નેહા તથા રીકીનના દાદી. પિયરપક્ષે વઢવાણ નિવાસી વીરયાળ વર્ધમાન કોઠારીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર નિવાસી હાલ મલાડ સ્વ.સીતાબેન રસિકલાલ જીવતલાલ મોદીના પુત્ર કૈલેશ (ઉં. વ. 67) તે 8/9/24ના અરિહંતશરણ પામેલ છે. જયાબેનના પતિ. અમીષ, દિશા જીગરકુમારના પિતા. પિંડવાળા નિવાસી ઝીણીબેન ધરમચંદજીના જમાઈ. અતુલ, અશ્વિન, સંજય, સુશીલા, અનિલા, ભારતી, અમિતા, રક્ષા, સંધ્યા, અલકા, જીજ્ઞાના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
દડવા નિવાસી હાલ દહિસરના નવીનચંદ્ર ઉજમશી શેઠ (ઉં. વ. 87) 4/9/24ના અરિહંતશરણ પામેલ છે. તે જયાબેનના પતિ. જ્યોતિ, નીતા, ધરા, મનોજ તથા મીનાના પિતાશ્રી. રિખીલકુમાર કોઠારી, પ્રદીપકુમાર દોશી, જયેશકુમાર સાંગાણી, સ્વ.વિનયકુમાર ભોઇર, જાગૃતિના સસરા, સ્વ.ગુણવંતરાય, સ્વ.જશવંતરાય, હર્ષદભાઈ, નલીનભાઇના ભાઈ. સાસરાપક્ષે સ્વ.કેશવલાલ તારાચંદ મિયાણી ઢસાવાળાના જમાઈ. શત્રુંજયની ભાવયાત્રા 10/9/24 મંગળવારના 4 થી 6. આંગન ક્લાસિક બેન્કવેટ હોલ, ફેક્ટરીલેનના કોર્નરે, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન
આજોલ નિવાસી હાલ દહિસર સ્વ.સરસ્વતીબેન બાબુલાલ પોપટલાલ શાહના પુત્ર વિપુલભાઈ શાહ (ઉં. વ. 59) 9/9/24ના અરિહંતશરણ પામેલ છે. તે યોગિતાબેનના પતિ. વિરતી આદિત્ય કાપડિયા તથા હર્ષના પિતા. સ્વ. જ્યોતિન્દ્રભાઈ, દિપીકાબેન સુરેશકુમાર, સોનલબેન મહેશકુમાર, નીતાબેન વિજયકુમારના ભાઈ. સાસરાપક્ષે કલ્પનાબેન પ્રમોદચંદ્ર ઈશ્વરલાલ શાહ માંગરોલના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.10/9/24ના 7 થી 8.30. મુક્તિ કમલ હોલ, શાંતિનાથ દેરાસરની બાજુમાં, એલ ટી રોડ, દહિસર સ્ટેશનની સામે, દહિસર વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ ઘાટકોપર ગીતાબેન શાહ (ઉં. વ. 76) તે 8/9/24ના અરિહંતશરણ પામેલ છે. તે ગૌરવ, તોરલ અલ્પેશકુમાર દોશી, ગુંજન નિખિલકુમાર ચંદનના માતુશ્રી. હેથ તથા કાજલના નાની. પોપટલાલ વીરચંદ શાહ હાલ બેંગ્લોરના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વિશાશ્રીમાળી જૈન
સ્વ. નિર્મળાબેન સૌભાગ્યચંદ આણંદજી વોરાની પુત્રવધૂ અ.સૌ. હર્ષાબેન નરેશભાઈ વોરા (ઉં. વ. 68) જે સ્નેહા અને મોનિકાના માતુશ્રી, અલકાબેન અશોકભાઈ અને સાધનાબેન નવનીત ભાઈના ભાભી. સ્વ. અનુપચંદ મોહનલાલ મહેતાની સુપુત્રી. સ્વ. અનસુયાબેન, નિરંજનાબેન, સ્વ. કુંદનબેન, નયનાબેન અને રીટાબેનના બહેન તા. 3-9-24ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. ઠે. 54 મહાગીરી, અશોક ચક્રવતી રોડ, કાંદીવલી ઇસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી હાલ તારદેવ સ્વ. પ્રભુદાસભાઈ રૂગનાથભાઈ તારાચંદ દોશીના ધર્મપત્ની નયનાબેન દોશી (ઉં. વ. 76) 4/9/24ના અરિહંતશરણ પામેલ છે. તે મયુર, નિખિલ, કવિતાના માતુશ્રી. અમી, શ્રદ્ધા, હિરેનકુમાર મેપાણીના સાસુ. સ્વ. મથુરભાઈ, સ્વ. અનંતરાયભાઈ, જયંતીભાઈ, સ્વ.જશવંતભાઈ, સ્વ. સુભાષભાઈ, સ્વ. બળવંતભાઈ, સ્વ.રમાબેન પારેખ, સ્વ.જયાબેન મોદી, સ્વ. ભાનુબેન ગલાણી, સ્વ. ચંપાબેન શાહના ભાભી. સ્વ. હીરાલાલભાઈ ત્રિકમજી મહેતાના દીકરી. પ્રાર્થનાસભા 10/9/24ના 10 થી 12 કલાકે વર્ધમાન સ્થા જૈન સંઘ, એલ. ટી રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ટીમાણાવાળા હાલ બોરીવલી નગીનદાસ વીરચંદ પારેખના સુપુત્ર સૌભાગ્યચંદના ધર્મપત્ની નિર્મળા પારેખ, (ઉં. વ. 76) તા. 04-09-24ના અવસાન પામેલ છે. મિતુલ, ભાવના શૈલેષકુમાર, મલ્પા રાજેશકુમાર, શિલ્પા કીર્તિકુમારના માતુશ્રી. દક્ષાના સાસુ. સ્વ. મહાસુખભાઈ, પ્રદીપભાઈ, સ્વ. હરેશભાઈ, સ્વ. ઉષાબેન, સ્વ. ભારતીબેન, સ્વ. સરોજબેનના ભાભી. પિયરપક્ષે દાઠા નિવાસી હાલ ઘાટકોપર અમીચંદ જાદવજીના દિકરી. સાદડી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
દિગસર (સુ.ન.) હાલ થાણા નિવાસી સ્વ. ગજરાબેન પ્રેમચંદ બોરડીયા (કરાંચીવાળા)ના સુપુત્ર ચંદ્રકાન્તભાઈના ધર્મપત્ની અ.સૌ. ચંદ્રીકાબેન (તરૂબેન), (ઉં. વ. 69) તા. 07-09-24 શનિવારના અરિહંતશરણ પામેલ છે. મેહુલ ત્થા રિતેશના માતુશ્રી. રચના તથા પૂનમના સાસુ. ભાનુબેન, જયંતિભાઈ, સ્વ. વનિતાબેન ત્થા વિનયના ભાઈના પત્ની. પિયરપક્ષે રંગપુર (હાલ ભાવનગર) નિવાસી સ્વ. વસંતબેન ધીરજલાલ શાહના સુપુત્રી. પ્રાર્થનાસભા ત્થા લોકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની તુંબડીના જયંતી શામજી ખીમરાજ સાવલા (ઉં. વ. 67) સોમવાર તા. 2-9-24 ના અવસાન પામેલ છે. સુંદરબેન શામજીના પુત્ર. જયશ્રીના પતિ. ટેકીન, શીતલ, નેહા, કુંજલના પિતા. પાનબાઈ, ભાણબાઈ, ટોકરશી, વસનજી, રમેશ, ડો. રતન, અમૃત, દિનેશ, લક્ષ્મીચંદના ભાઈ. લુણીના માતુશ્રી હંસાબેન પ્રેમજી ગાલાના જમાઈ. પ્રા.શ્રી હાલારી વિસા ઓસવાલ વાડી, દાદાસાહેબ ફાળકે રોડ, દાદર (ઇસ્ટ) ટા. 4.30 થી 6.00.
રામાણીયા હાલે કોડાયના મુરજી દેવજી મામણીયા (ઉં. વ. 92) ડોંબીવલીમાં તા. 8-9-24ના અવસાન પામ્યા છે. ભચીબાઇ દેવજીના પુત્ર. સ્વ. પ્રભાવંતીના પતિ. હરીશ, વર્ષા, નીતા, જયેશ તરૂણાના પિતા. ટોકરશી, ભાણજીના ભાઇ. કોડાયના સ્વ. રતનબાઇ તલકશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ મુરજી, એસ-602, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.)
સાડાઉના શાંતાબેન લીલાધર (બાબુભાઇ) દેઢીયા (ઉં. વ. 86) તા. 6-9-24ના અવસાન પામેલ છે. હીરબાઇ ઉમરશી પ્રેમજીના પુત્રવધૂ. લીલાધરના ધર્મપત્ની. કીર્તી, નીતીન, જ્યોતિના માતા. પાનબાઇ/હીરબાઇ ઉમરશી તેજશીના પુત્રી. પ્રાગપુરના દામજી, સાડાઉના લક્ષ્મીબેન લીલાધર, કસ્તુરબેન ટોકરશીના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા. સંઘ સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. 11 થી 12.30.
નાના ભાડિયાના જયેશ મોરારજી છેડા (ઉં. વ.57) તા.9-8-24ના અવસાન પામેલ છે. લીલાવંતી મોરારજીના પુત્ર. ઉમાના પતિ. મનીષના પિતા. જતીન, નાગલપુર વૃંદા સુભાષ, મોટી ખાખર ડો. બિન્દુ નીતીનના ભાઈ. નાના ભાડિયા પાનબાઈ ચુનીલાલ રાંભિયાના જમાઈ. પ્રા. યોગી સભાગ્રહ, દાદર, મુંબઈ. ટા.11.30 થી 1.00.
પ્રાગપુરના જયંતિલાલ રતનશી ગાલા (ઉં. વ. 84) તા. 6-9-24ના અવસાન પામ્યા છે. માતુશ્રી લખમીબાઈ રતનશી વજપારના સુપુત્ર. હેમકુંવરબેનના પતિ. રાઘવજીભાઈ, હીરજીભાઈ (દામજી), તરૂણ ગાલા, કેસરબેન, જયાબેનના ભાઈ. પ્રાગપુરના માતુશ્રી જેઠીબાઈ નાનજી નરશી દેઢિયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જસ્મીન ગાલા : 401, રોયલ એમરલ્ડ, મામલતદાર વાડી રોડ નં. 1, મલાડ (વેસ્ટ).
દેશલપુર-કંઠી (હાલે પૂના)ના જયંતિલાલ ટોકરશી વીરા (ઉં. વ. 80) તા. 7-9-2024 ના અવસાન પામ્યા છે. વેલુબેન/કંકુબેન ટોકરશીના સુપુત્ર. પ્રભા/જ્યોતિના પતિ. દિપા, કેતનના પિતાશ્રી. ભુજપુર જયવંતી તલકશી, ભીંસરા ભગવતી ધનજીના ભાઈ. લાયજા મેઘજી હંસરાજ, ભુજપુર ખીંયશી વિજપારના જમાઈ. પ્રા. સિધ્ધી બેંકવેટ હોલ, મ્હાત્રે બ્રીજ, એરંડવણે, પૂના. ટા. 3.00 થી 4.30.
શેરડીના દમયંતીબેન અતુલ વિસરીયા (ઉં. વ.61) તા. 7-9-24 ના અવસાન પામ્યા છે. વેલબાઈ ઠાકરશી લાલજીના પુત્રવધુ. અતુલના પત્ની. દીપ, દ્રષ્ટિના મમ્મી. દેવપુર હીરાબેન હીરજી મણશી વોરાના સુપુત્રી. ભાઈલાલના બેન. પ્રા.શ્રી માટુંગા ક.મૂ.શ્વે. જૈન સંઘની નારાણજી શામજી વાડી, (1લે માળે : પ્રેમજી જેઠાભાઈ હોલ), માટુંગા (સે.રે.). ટા.3 થી 4.30. ત્વચાદાન-ચક્ષુદાન કરેલ છે.
બારોઇના પ્રેમજી હીરજી હંસરાજ કેનીયા (હૈદ્રાબાદ) (ઉં. વ. 85) તા.6-9-24ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. બારોઈના સ્વ. રતનબેન હીરજી હંસરાજના પુત્ર. સ્વ. કુસુમબેનના પતિ. વિકાસ, પ્રશાંતના પિતાશ્રી. સ્વ. વસંત, જયંતિલાલના ભાઈ. તલવાણાના સ્વ. હેમકુંવરબેન જાદવજી શાહના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રશાંત પ્રેમજી કેનિયા, 1101 વોરા એપાર્ટમેન્ટ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈ).

Show More

Related Articles

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને