ભોજપુરી ક્વીનના દિલકશ અંદાજે લોકોના ઉડાવ્યા હોશ
ભોજપુરી ક્વીન તરીકે જાણીતી બનેલી નમ્રતા મલ્લા અત્યારે ચર્ચામાં છે. ફિલ્મોની સાથે મ્યુઝિકલ સોંગ કરતા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ભોજપુરી ફિલ્મો કરતા તેની બોલ્ડ અદા અને ડાન્સિંગ મૂવ્સથી લોકોનું દિલ જીતી લીધું છે. સોશિયલ મીડિયા પર અવારનવાર તેના ફોટોગ્રાફ અને ડાન્સના વીડિયો પણ જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.
તાજેતરમાં નમ્રતા મલ્લાનું એક ગીત ‘બલમુઆ કે બલ્લમ’ જોરદાર વાઈરલ થઈ રહ્યું છે. આ ગીત પર યુ-ટયુબ પર ધમાલ મચાવી છે, જેમાં શાનદાર ડાન્સથી લોકોનું દિલ જીતી લીધું છે. બલમુઆ કે બલ્લમ ગીત પણ યુટ્યુબ પર જોરદાર વાઈરલ થઈ રહ્યું છે. ગીતના વીડિયોમાં નમ્રતા હંમેશાં તેની દિલકશ અદા અને કિલર લૂકથી જાદુ ચલાવે છે. પિંક કલરના આઉટફીટમાં નમ્રતા મલ્લા જોવા મળી હતી.
ગીતમાં નમ્રતા મલ્લાના કિલર મૂવ્સને જોઈને દર્શકોને દિવાના બનાવી દીધા છે. ગીતની ધૂન અને બિટ્સ પર લોકોનું દિલ જીતી લીધું છે. નમ્રતા મલ્લાના પર્ફોરમન્સ અને તેની અદા પર પણ આફરીન લોકો પોકારે છે, જ્યારે તેનું ગીત પણ વાઈરલ થયું છે, જેના 20 કરોડથી વધુ લોકોએ તેને જોઈ ચૂક્યા છે. ગીતના વીડિયોને લાખો લોકોને લાઈક અને હજારો લોકોની કમેન્ટસ પણ આવી હતી.
ગીતની સાથે નમ્રતા મલ્લાની લોકો જોરદાર પ્રશંસા કરી હતી. આ ગીતમાં સમર સિંહ અને નેહા રાજની સાથે મળીને ગાયું છે. ગીત આલોક યાદવે લખ્યું છે, જ્યારે મ્યુઝિક એડીઆર આનંદે આપ્યું હતું. એના સિવાય નમ્રતાના અનેક ગીતો પણ વાઈરલ થાય છે, જે લોકોને પસંદ પડે છે. તેના ચાહકો ગીતોની સાથે તેના બોલ્ડ ફોટોગ્રાફની રાહ જોતા હોય છે.
આ અગાઉ નમ્રતા મલ્લાએ ટુ પીસમાં ડાન્સ કરીને સૌ ચાહકોના હોશ ઉડાવ્યા હતા. 34 વર્ષીય અભિનેત્રીનું સાચું નામ નમ્રતા મલ્લા ઝેનિથ તરીકે ઓળખાય છે, જ્યારે તેના બોલ્ડ અંદાજને લઈને બિકિની ક્વીન તરીકે પણ ભોજપુરી ફિલ્મોમાં ઓળખાવા લાગી છે.
ભોજપુરી ફિલ્મોની સાથે ડાન્સિંગની દુનિયામાં પણ નમ્રતા મલ્લાની લોકપ્રિયતા વધતી જાય છે. ડિજિટલ ક્રિયેટર્સની સાથે નમ્રતા મલ્લાના ઈન્સ્ટાગ્રામ પર પણ મોટી સંખ્યામાં ફોલોઅર્સની સંખ્યા ધરાવે છે, જ્યારે ભોજપુરી ફિલ્મોમાં પણ જોરદાર નામ કમાવ્યું છે.