આમચી મુંબઈ

‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ’ કુટુમ્બ મુલાકાત ઝુંબેશ આજથી શરૂ થશે

એકનાથ શિંદે પોતે 15 પરિવારોને મળશે અને વાતચીત કરશે શિવસેનાનું એક અઠવાડિયાની અંદર 1 કરોડ પરિવારો સુધી પહોંચવાનું લક્ષ્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સરકારની 10 મહત્ત્વની યોજનાઓની માહિતી આપવા માટે રાજ્યમાં 10મી સપ્ટેમ્બર 2024થી મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ કુટુમ્બ મુલાકાત ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે 15 પરિવારોને મળીને ઝુંબેશની શરૂઆત કરશે. સોમવારે વર્ષા નિવાસસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ ઝુંબેશની માહિતી આપવામાં આવી હતી.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ ઝુંબેશમાં શિવસૈનિકો રોજ 15 પરિવારોની મુલાકાત લેશે. જે પરિવારોને મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાનો લાભ મળ્યો છે અને જે પરિવારો સુધી આ યોજનાનો લાભ મળ્યો નથી તેમને મળવાના પ્રયાસો કરવામાં આવશે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મંગળવારે મુખ્ય પ્રધાનની લાડકી બહેન પરિવાર મુલાકાત ઝુંબેશની એપ લોન્ચ કરવામાં આવશે. આ પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાના પ્રધાનો, સાંસદો, વિધાનસભ્યો અને રાજ્યભરના કાર્યકરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી.

મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના, લેક લાડકી લખપતિ યોજના, મુખ્યમંત્રી યુવા રોજગાર તાલીમ યોજના, મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના, ક્ધયાઓ માટે મફત ઉચ્ચ શિક્ષણ યોજના, મુખ્યમંત્રી વયોશ્રી યોજના, મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના, મુખ્યમંત્રી કૃષિ પંપ પાવર બિલ માફી યોજના, કામગાર કલ્યાણ યોજના, મહિલા સ્વ-સહાય જૂથો માટેની વિવિધ યોજનાઓ મળીને ટોપ ટેન યોજનાની માહિતી કુટુંબોને આપવામાં આવશે, આ યોજનાઓનો લાભ મળ્યો છે કે નહીં તેની પુછપરછ કરવી, લાભ મળ્યો ન હોય તો તે લાભ મેળવી આપવા માટે યોગ્ય કાર્યવાહી કરવી, સરકારની અન્ય યોજનાઓ અંગેની પ્રક્રિયા પણ પરિવારને સમજાવવી, આ બધો માઝી લાડકી બહિણ યોજના કુટુંબ મુલાકાત યોજના પાછળનો ઉદ્દેશ છે. પરિવારમાં કોઈ વંચિત વ્યક્તિ હોય તો તેની નોંધ લઈને આ ઝુંબેશ હેઠળ તેનો લાભ પહોંચાડવામાં મદદરૂપ થવાનો હેતુ આ યોજના પાછળ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : લાડકી બહેન યોજનાની નોંધણી માટેની કટ-ઓફ તારીખ રદ કરો: પૃથ્વીરાજ ચવ્હાણે એકનાથ શિંદેને લખ્યો પત્ર

સરકારની પારિવારિક મુલાકાત લઈને કશું માગવાનો નહીં પણ લોકોને આપવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાની નોંધણી 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. ઘણા લાભાર્થીઓએ આ યોજનાનો અનુભવ સારો થયો હોવાનું તેમણે જણાવ્યું છે.

તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીના ઇતિહાસમાં સમગ્ર પરિવાર માટે કોઈ કલ્યાણકારી યોજનાઓ નથી. અર્થવ્યવસ્થા પાછળ મહિલાઓ સૌથી મોટી પ્રેરક શક્તિ છે. તે સ્ત્રી છે જે ઘરનું બજેટ ચલાવે છે અને તેના હાથમાં જે પૈસા આવશે તે અર્થતંત્રમાં પાછા જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા મજબૂત થશે તો તેનાથી દેશને ફાયદો થશે. આજે મહારાષ્ટ્ર ઉદ્યોગ, ઈન્ફ્રા, કૃષિ, રોકાણ ક્ષેત્રે નંબર વન છે. તેમની સરકાર આવી તે પહેલા મહારાષ્ટ્ર રોકાણમાં પાછળ હતું, એમ તેમણે જણાવ્યું હતું.

અગાઉ સરકારની આ યોજના હેઠળ રાજ્યના 5 કરોડથી વધુ નાગરિકોને લાભ મળ્યો હતો. સરકારે મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્ય યોજનાની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે. જો તમામ શરતો હળવી કરવામાં આવે તો તે બધા જ રેશનકાર્ડ ધારકોને લાગુ પડશે. એકનાથ શિંદેએ પુનરોચ્ચાર કર્યો કે આ સરકાર ખેડૂતો, મજૂરો, મહિલાઓ, યુવાનો, કામદારો, વરિષ્ઠ નાગરિકો જેવા તમામ વર્ગોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

આ અભિયાનમાં તમામ કાર્યકર્તાઓના મોબાઈલ ફોનમાં એક ખાસ એપ ડાઉનલોડ કરવામાં આવશે. આ એપમાં જીઓ ટ્રેકિંગ કરવામાં આવશે. હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ શીખવ્યું હતું કે 80 ટકા સમાજકારણ 20 ટકા રાજકારણ હોવું જોઈએ. શિવસેનાના દરેક પદાધિકારી અને કાર્યકર્તા આ શિખામણ પ્રમાણે કામ કરી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી