આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણેને સમૃદ્ધિ મહામાર્ગ સાથે જોડવાનો મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય…

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે પુણેના રહેવાસીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. શિંદે સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે સમૃદ્ધિ મહામાર્ગને પુણે સાથે જોડવામાં આવશે. આ યોજના હેઠળ, પુણે અને શિરુર વચ્ચે ૫૩ કિલોમીટર લાંબો છ-લેનનો ફ્લાયઓવર પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે જે અહેમદનગર અને છત્રપતિ સંભાજીનગર થઈને સમૃદ્ધિ હાઈવે સાથે જોડાશે.

આ પણ વાંચો : મ્હાડા હવે કમાણી કરવા માટે આ કીમિયો અજમાવશે, વર્ષે 150 કરોડથી વધુ કમાશે

આ નવો ફ્લાયઓવર કેસનંદ ગામથી શરૂ થઈને શિરુર સુધી જશે અને તેના નિર્માણમાં ૭૫૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જો કે, આ ફ્લાયઓવરને અહેમદનગર થઈને સમૃદ્ધિ મહામાર્ગ સાથે જોડવા માટે વધારાના રૂ. ૨૦૫૦ કરોડનો ખર્ચ થશે, જેથી કુલ ખર્ચ રૂ. ૯૫૬૫ કરોડનો થશે. આ હાઈવેની કુલ લંબાઈ ૨૫૦ કિલોમીટર હશે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની કેબિનેટ બેઠકમાં પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ સુધારેલા રૂટ હેઠળ, પૂણેથી છત્રપતિ સંભાજીનગર સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જે અગાઉ ‘એનએચએઆઈ’ દ્વારા બનાવવામાં આવતો હતો.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના સુકાભઠ્ઠ પ્રદેશમાં ‘મેઘરાજા’ મહેરબાનઃ સ્થાનિકો કેટલી થઈ રાહત?

એપ્રિલમાં થયેલા કરાર મુજબ હવે ‘એમએસઆઈડીસી’ને સોંપવામાં આવ્યો હતો અને તેના પર ઝડપથી કામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માત્ર પૂણે અને છત્રપતિ સંભાજીનગર વચ્ચેની કનેક્ટિવિટીને જ નહીં સુધારે, પરંતુ આ ક્ષેત્રના આર્થિક અને સામાજિક વિકાસને પણ નવી ઊંચાઈઓ પર લઈ જશે.

પીડબ્લ્યુડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૪ માં હસ્તાક્ષર કરાયેલા સમજૂતી પત્ર મુજબ, પીડબ્લ્યુડી અને મહારાષ્ટ્ર સરકાર બે વર્ષમાં પ્રોજેક્ટ શરૂ કરવા માટે તમામ જરૂરી પગલાં શરૂ કરશે. આમ કરવામાં નિષ્ફળ જતાં, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય જાહેર હિતમાં સમગ્ર પ્રોજેક્ટને પોતાના હાથમાં લેવાનું વિચારી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી