આમચી મુંબઈ

મ્હાડા હવે કમાણી કરવા માટે આ કીમિયો અજમાવશે, વર્ષે 150 કરોડથી વધુ કમાશે

મુંબઈઃ સર્વસામાન્ય લોકોના સપનાનું ઘર પૂરું કરનાર મ્હાડા (Maharashtra Housing and Area Development Authority) હવે હોર્ડિંગના માધ્યમથી માલામાલ થશે. પ્રાઈમ લોકેશન ઉપર પોતાની માલિકીની જગ્યા પર મ્હાડા પોતે હોર્ડિંગ લગાવશે અને જગ્યા જાહેરાત કંપનીઓને ભાડે આપીને એમાંથી વર્ષે ૧૫૦થી ૨૦૦ કરોડ રુપિયાની કમાણી કરવાનો વિચાર મ્હાડાએ કર્યો છે. આ બાબત જલ્દી અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના પછી મ્હાડાએ પોતાની જમીન પરના હોર્ડિંગનું સર્વેક્ષણ કર્યું હતું. આમાં મ્હાડાની જમીન પરના ૬૨માંથી ૬૦ હોર્ડિંગ માટે જરૂરી એનઓસી લેવામાં ન આવી હોવાનું સામે આવ્યું હતું.
એનઓસી વગરના હોર્ડિંગ મ્હાડાની દ્રષ્ટિએ ગેરકાયદેસર હોવા છતાં પાલિકાએ સંબંધિત જાહેરાત કંપનીઓને હોર્ડિંગ લગાડવા પરવાનગી આપી હોવાથી મ્હાડા કારવાઈ કરવામાં આનાકાની કરતી. એનઓસી વગરના હોર્ડિંગ કાયદેસર કરતા વર્ષે ૧૪૦ કરોડ ભાડા પેટે આપવાનો પ્રસ્તાવ પહેલા જ હોર્ડિંગ ધારકોએ મ્હાડાને આપ્યો હતો.

પોતાની જમીન પર અમુક ઠેકાણે મ્હાડા પોતાના હોર્ડિંગ લગાવી બાકીના જાહેરાત કંપનીને ભાડે આપી શકે કે કેમ,આ બાબત તપાસ ચાલુ છે. આમ થવાથી મ્હાડાને વર્ષે નક્કી રકમ મળશે એમ મ્હાડાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
હોર્ડિંગ માટે જગ્યાનું ભાડું રેડી રેકનર મુજબ નક્કી કરવામાં આવે છે. હોર્ડિંગ માટે ઓછી જગ્યા લાગતી હોવાથી ઓછા ભાડામાં જાહેરાત કંપનીઓ લાખોની કમાણી કરે છે. આ પછી હોર્ડિંગ માટે જગ્યા ભાડે આપતા હોર્ડિંગની એક બાજુ જાહેરાત બતાવવામાં આવશે કે બંને બાજુ, એ મુજબ જાહેરાત કંપનીને કેટલી કમાણી થશે એ વિચારીને જગ્યાનું ભાડું નક્કી કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

મ્હાડા હોર્ડિંગ માટે ઘોષણા કરવાની હોવાથી તે માટે સમિતિની નિમણુંક કરવામાં આવી છે જેથી જગ્યાનું ભાડું કેટલું રાખવું,નવા હોર્ડિંગ માટે પરવાનગી આપતા પહેલા શું શરત રાખવી, ગેરકાયદેસર હોર્ડિંગ બાબત શું નિર્ણય લેવો એ નક્કી કરવામાં મદદ મળશે. પોલીસીનો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો હોવાથી અઠવાડિયામાં તે ફાયનલ કરવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી