ટોપ ન્યૂઝનેશનલ

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’ના ગઠબંધનનું બાળમરણ થશે?, બંને પક્ષોએ આપ્યા સંકેતો

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ બે ઉમેદવારોના નામની બે યાદી કરી ચૂક્યું છે. આ બે યાદીઓમાં કુલ 41 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જો કે હજુ પણ 49 ઉમેદવારોના નામ હજુ પણ જાહેર કરવાના બાકી છે. જો કે બાકી રહેલા 49 ઉમેદવારોના નામની યાદી કોંગ્રેસ પેટા સમિતિ આજે જાહેર કરી શકે છે. જો કે સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈને પણ હવે કોકડું ગૂંચવાયું છે.

કોંગ્રેસની યાદી તૈયાર:
હરિયાણા વિધાનસભા ચૂંટણીને હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ઉમેદવારોની વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઇ સહમતી સધાઈ ચૂકી નથી. હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે બંને પાર્ટીઓએ પોતપોતાની યાદીઓ તૈયાર રાખી છે એન અમુક બેઠકોને લઈને ગઠબંધન અસમંજસની સ્થિતિમાં અટવાયું છે.

ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની બે યાદી જાહેર કરી ચૂક્યું છે. જેમાં અત્યારસુધીમાં 41 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જો કે હજુ પણ 49 ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે. કોંગ્રેસની ઉપસમિતિને હજુ આ 49 ઉમેદવારોના નામ પર પસંદગીનો કળશ ઢોળવાનો બાકી છે. આ દરમિયાન આજે ત્રીજી યાદી જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બધા સાંસદોએ વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

કોંગ્રેસમાં લોકસભાના છ સાંસદો છે જ્યારે રાજ્યસભામાં એક સાંસદ રણદીપ સુરજેવાલા છે. જો કે હવે ચૂંટણી લડવાના અભરખા જાગેલા આ સાંસદોને સમજાવટ સાથે આ મુદ્દો કેવી રીતે સમોસુતરો પાર પાડવો. એક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હરિયાણામાં સત્તા પર આવે તેવા સ્પષ્ટ સંકેતો છે.

આ પણ વાંચો : જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે ગાનારો ગાયક કૉંગ્રેસમાં જોડાયો

જો કે કોંગ્રેસે 49 ઉમેદવારોના નામને આખરી મંજૂરી માટે હાયકમાન્ડ પાસે મોકલી દીધા છે. ત્રણ બેઠકો પરનો અંતિમ નિર્ણય પાર્ટીના નેતૃત્વ પર છોડી દેવામાં આવ્યો છે. જેમાં સૈજલા,રણદીપ સુરજેવાલા એન દીપેન્દ્ર હુડ્ડાના મતવિસ્તારનો સમાવેશ થાય છે. આ ત્રણે બેઠકો પર હવે અંતિમ મહોર હાયકમાન્ડ જ મારશે, કારણ કે આ બેઠક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આપ પણ સજીધજીને બેઠું છે:
જો કે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ હરિયાણામાં ચૂંટણી માટે તૈયારી કરી લીધી છે. હાઈકમાન્ડની પરવાનગી મળ્યા બાદ આમ આદમી પાર્ટીની યાદી જાહેર કરવામાં આવશે. હાલ સંદીપ પાઠક અને સુશીલ ગુપ્તા હરિયાણા પર નજર રાખી રહ્યા છે. પાર્ટી પાયા પર સંગઠનનું કામ કરી રહેલા નેતાઓના નામ પર ચર્ચા અરવિંદ કેજરીવાલ સાથે ચર્ચા કરીને આગળ વધશે.

જો કે કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈને સંજય સિંહે કહ્યું કે હવે અમારી પાસે બહુ ઓછો સમય બચ્યો છે. ઉમેદવારી નોંધાવવાની તારીખ 12 સપ્ટેમ્બર છે, અમારી પાસે પણ સમય નથી. AAP તમામ બેઠકો પર સંપૂર્ણ રીતે તૈયાર છે, માત્ર હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહી છે, ત્યારબાદ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચામાં એક ગૂંચવણ છે. આ સમયે મુદ્દો માત્ર કેટલી સીટો આપવામાં આવશે તે નથી, પરંતુ કઈ સીટ કોને ફાળે જાય છે તેનો પણ છે. પ્રારંભિક તબક્કામાં આમ આદમી પાર્ટીએ 90 બેઠકોમાંથી ઓછામાં ઓછી 10 બેઠકોની માંગણી કરી હતી. પરંતુ તાજેતરના અહેવાલો દર્શાવે છે કે AAPએ તેની માંગ ઘટાડીને 5 બેઠકો કરી છે. આ સંભવતઃ પાર્ટીની રણનીતિમાં થોડી મોળપ મૂકવાનો પ્રયાસ છે, જેથી ગઠબંધન પર વાતચીતને આગળ વધારી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button