હવે માત્ર છ દિવસ જ બાકી છે, જલદી કરી લો આ કામ, પછી કહેતા નહીં કે…..
આધાર કાર્ડ આપણો સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ છે. દરેક જગ્યાએ તમને આધાર કાર્ડની જરૂર પડે છે. આ માટે એક મહત્વનું અપડેટ જાણવા મળ્યું છે. જે આધાર કાર્ડ દસ વર્ષથી વધુ સમય પહેલા જારી કરવામાં આવ્યા હતા અને તે પછી અપડેટ નથી થયા તેને ઓળખના પુરાવા અને પુનઃપ્રમાણીકરણ માટે સરનામાના દસ્તાવેજોની જરૂર પડશે. આ માટે 14 સપ્ટેમ્બર છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સમયમર્યાદા પછી કરવામાં આવેલ આધાર કાર્ડના કોઈપણ અપડેટ માટે તમારી પાસેથી 50 રૂપિયાનો દંડ વસૂલશે.
સપ્ટેમ્બર મહિનામાં તમારે ઘણા મહત્વપૂર્ણ અને જરૂરી કાર્યો પૂરા કરવાના છે. આધાર કાર્ડ હવે આપણી ઓળખનો સૌથી મહત્વપૂર્ણ પુરાવો બની ગયો છે. ટ્રેન પાસ મેળવવો હોય કે બેંક ખાતું ખોલાવવું હોય, તમામ મહત્વપૂર્ણ કાર્યો માટે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ, નિયત સમયાંતરે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ પહેલાનું છે, તો તમારે તેને અપડેટ કરવું પડશે. હાલમાં UIDAI આધાર કાર્ડના ફ્રી અપડેટની સુવિધા પૂરી પાડે છે. UIDAI ઘણી વખત સમયમર્યાદા લંબાવી ચૂક્યું હોવાથી, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કામની સમયમર્યાદા લંબાવવાની શક્યતા નથી. 14 સપ્ટેમ્બર UIDAI દ્વારા આપવામાં આવેલી છેલ્લી તારીખ છે. તેથી જો તમે 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરાવો છો, તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 10 વર્ષથી વધુ જૂના આધાર કાર્ડને મફત અપડેટ કરવાની સુવિધા આપી છે, જેને ઘણી વખત લંબાવવામાં આવી છે. અગાઉ મફતમાં સેવાનો ઉપયોગ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચથી 14 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી હતી અને પછી તેને ત્રણ મહિના માટે 14 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.
- UIDAI દ્વારા પૂરી પાડવામાં આવતી આ મફત આધાર કાર્ડ અપડેટ સેવા ફક્ત myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે. ઑફલાઇન અપડેટ્સ માટે ફી હજુ પણ લાગુ થાય છે.
આધારને અપડેટ કરવા માટેના સ્ટેપ્સઃ - UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ
- હોમપેજ પર માય આધાર પોર્ટલ પર જાઓ અને આધાર નંબર-રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP વડે લોગ ઇન કરો.
- આ પછી, તમારી વિગતો તપાસો અને જો વિગતો સાચી છે, તો યોગ્ય બોક્સ પર ટિક કરો.
- જો માહિતી ખોટી હોવાનું જણાય છે, તો ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ઓળખ દસ્તાવેજ પસંદ કરો અને દસ્તાવેજ અપલોડ કરો.
- નોંધ કરો કે આ દસ્તાવેજ JPEG, PNG અને PDF ફોર્મેટમાં અપલોડ કરી શકાય છે.