ગાઝા અને લેબનોન બાદ Israel એ નવો મોરચો ખોલ્યો, સિરીયા પર કર્યો મોટો હુમલો
તેલ અવીવ : ઈઝરાયેલ(Israel) છેલ્લા એક વર્ષથી ગાઝામાં હમાસને નષ્ટ કરવા સતત હુમલા કરી રહ્યું છે. હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલે લેબનોનમાં કાર્યરત હિઝબુલ્લાહ આતંકવાદીઓ પર રોકેટથી અને સીધા હુમલાઓ કર્યા છે. આ દરમિયાન હવે ઇઝરાયેલે બીજો મોરચો ખોલીને સીરિયામાં પણ હુમલા કર્યા છે. આ હુમલામાં 7 લોકોના મોત થયા છે. જેમાં ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલે રવિવારે મોડી રાત્રે મધ્ય સીરિયાના અનેક વિસ્તારોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. જેમાં 7 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે.
આ હુમલાથી હાઇવેને નુકસાન થયું હતું
ગોળીબારીના લીધે અનેક જગ્યાએ આગ ફેલાઈ ગઈ હતી. સીરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર, સીરિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મધ્ય ક્ષેત્રમાં અનેક સ્થળોને આક્રમક હુમલાનો સામનો કર્યો.આ હુમલાથી હાઇવેને નુકસાન થયું હતું અને હમા પ્રાંતમાં આગ લાગી હતી. ત્યાર બાદ સોમવારે સવારે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમી હમાસ પ્રાંતમાં મસ્યાફ નેશનલ હોસ્પિટલના વડા ફૈઝલ હૈદરે જણાવ્યું હતું કે હુમલા બાદ ઓછામાં ઓછા સાત મૃતકો અને 15 ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આતંકવાદી સંગઠનો પર બીજા દેશમાં ઘુસીને હુમલો કર્યો
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે અહેવાલ આપ્યો કે આ હુમલામાં મસ્યાફમાં એક વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર અને અન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહીં ઈરાની મિલિશિયા અને નિષ્ણાતો સીરિયામાં શસ્ત્રો વિકસાવવા માટે રોકાયા હતા. સ્થાનિક મીડિયાએ પણ દરિયાકાંઠાના શહેર ટાર્ટસની આસપાસ હુમલાની જાણ કરી હતી. આ રીતે ઈઝરાયેલે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનો પર બીજા દેશમાં ઘુસીને હુમલો કર્યો છે.