ઇન્ટરનેશનલસ્પોર્ટસ

શ્રીલંકા આજે વ્હાઈટવૉશ થતો રોકી શકે, જાણો કેવી રીતે…

લંડન: યજમાન ઈંગ્લૅન્ડે રવિવારે શ્રીલંકાને અહીં ઓવલમાં ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં જીતવા માટે 219 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને ત્રીજા દિવસની રમતને અંતે શ્રીલંકાનો સ્કોર એક વિકેટે 94 રન હતો.

આજે ચોથા દિવસે શ્રીલંકા બાકીના 125 રન બનાવીને ઇંગ્લૅન્ડને 3-0થી ક્લીન સ્વીપ કરતું રોકી શકે. રવિવારે ઓપનર નિસન્કા 53 રને અને કુસાલ મેન્ડિસ 30 રને નૉટઆઉટ હતા. પહેલા દાવમાં કેપ્ટન ધનંજય ડીસિલ્વા 69 રન અને કામિન્ડુ મેન્ડિસે 64 રન બનાવ્યા હતા. એ જોતાં, આજે આ બન્ને બૅટરની પણ બ્રિટિશ બોલર્સ સામે આકરી કસોટી થશે. ઇંગ્લૅન્ડ પહેલી બંને ટેસ્ટ જીતીને 2-0થી વિજયી સરસાઈ મેળવી ચૂક્યું છે.

ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના પ્રથમ દાવના 325 રન પછી શ્રીલંકાએ 263 રન બનાવ્યા હતા. બ્રિટિશ ટીમે 62 રનની સરસાઈ લીધી હતી, પરંતુ ઇંગ્લૅન્ડનો બીજો દાવ ફક્ત 156 રનમાં સમેટાઈ ગયો હતો.

શ્રીલંકાના બે પેસ બોલર લાહિરુ કુમારાએ ચાર વિકેટ અને વિશ્વા ફર્નાન્ડોએ ત્રણ વિકેટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button