અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં સાસુ-પુત્રવધુનું સુંદર ટ્યુનિંગ, જુઓ વીડિયો
અંબાણી પરિવાર જે કંઇ પણ ઉજવણી કરે તે એકદમ ભવ્ય અને હટ કે જ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાણીના એન્ટિલિયામાં ગણપતિ બાપ્પાની પધરામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું.
ગણેશ ચતુર્થીની ઉજવણીમાં નવવિવાહિત અનંત-રાધિકાની જોડી અને સાસુમા નીતા અંબાણીનો ઠાઠમાઠ જોવા જેવો હતો. એથનિક આઉટફિટ્સ અને ડાયમંડ એસેસરીઝમાં સજ્જ થઇને તેમણે ઉજવણીમાં લાઇમલાઇટ જ ચોરી લીધી હતી.
પાપારાઝીએ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી સાથે નીતા અંબાણીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં નીતા અંબાણી અને રાધિકાએ ભવ્ય સાડીઓ પહેરી હતી, અનંતે ટ્રેડિશનલ કુર્તા અને પાયજામા પહેર્યો હતો. રાધિકા મર્ચન્ટ, નીતા અંબાણી અને અનંત અંબાણી પાપારાઝીને શુભેચ્છા આપવા માટે ગણેશોત્સવની ઉજવણી દરમિયાન એન્ટિલિયામાંથી બહાર આવ્યા હતા. વીડિયોમાં તેઓ મીડિયાને શુભેચ્છા પાઠવતા અને ફોટા માટે સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
ગણેશ ચતુર્થીની ઉજવણી માટે નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ડાયમંડ એસેસરીઝ પસંદ કરી હતી. નીતા અંબાણીએ જાંબલી ભારે-ભરતકામવાળી સાડી અને રાની ગુલાબી બ્લાઉઝ પહેર્યું હતું અને સાઇટ પાર્ટિંગ કરી વાળને બનમાં બાંધ્યા હતા. બિંદી, પિંક લિપસ્ટીક, બ્લેક બોલ્ડ આઇબ્રોઝ સાથે લુક કંપ્લિટ કર્યો હતો. સાથએ જ્વેલરીમાં તેમણે ડાયમંડના લટકણિયા, હાથની આંગળીમાં ડાયમંડની મોટી વીંટી, વાળમાં ડાયમંડ હેરપીન, હાથમાં વજનદાર કડાં અને મલ્ટી-સ્ટ્રિંગ મોતીનો હાર પસંદ કર્યો હતો ત્યારે રાધિકાએ ચોકર નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ, સિંગલ-સ્ટ્રેન્ડ મંગલસૂત્ર અને હાથમાં સુંદર કડા પહેર્યા હતા. રાધિકા મર્ચન્ટે જરદોસી ભરતકામવાળી ગોલ્ડ બોર્ડર, બહુરંગી પ્રિન્ટ અને ભરતકામથી શણગારેલી સિલ્ક સાડી સાથે ગોલ્ડન બ્લાઇઝ પેર કર્યું હતું.
અનંતે તેના ટ્રેડિશનલ ડ્રેસ પર ગણપતિનું વિશાળ બ્રોચ પહેર્યું હતું. કુર્તા-પાયજામા પર તેમણે પહેરેલા જેકેટના હિરાના બટનો પણ આંખે ઉડીને વળગતા હતા.
આ સેલિબ્રેશનમાં નીતા અંબાણી અને તેમની પુત્રવધુ રાધિકાનું સુંદર ટ્યુનિંગ પણ જોવા મળ્યું હતું. બંને એકબીજા સાથે મલકાતા અને ફોટા પડાવતા પણ જોવા મળ્યા હતા.