આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Surat માં ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો, ગૃહ રાજ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા

સુરતઃ ગુજરાતભરમાં હાલ અનેક સ્થળોએ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત(Surat)શહેરમાં રવિવારે મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારાની ઘટના બની છે. સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા કાકરીચાળો કરવામાં આવ્યો હતો. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવા મામલે પોલીસે પાંચ જેટલા લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ ઘટનામાં અત્યાર સુધીમાં 27 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા છે.

સ્થિતિને કાબુમાં લેવા પોલીસ કાફલો ખડકાયો

આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ડીસીપી સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયાની વિગત મળી છે. આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ ઘટનામાં અસામાજિક તત્વો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવ્યુ છે. જેમાં બે રિક્ષા અને ત્રણ બાઈકમાં તોડફોડ કરવાની માહિતી મળી છે. અસામાજિક તત્વોએ ઘટનાસ્થળે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી.

ગૃહ રાજ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને લઈ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યા તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે કાંકરિચાળો કરનારને છોડવામાં નહી આવે. આ ઘટના પર મારી નજર છે. આવી ઘટનાઓને સાંખી લેવામાં નહી આવે. પોલીસની અલગ-અલગ ટુકડી બનાવીને તપાસ હાથ ધરી છે, આ ઘટનામાં જે પણ વ્યક્તિઓ જવાબદાર હોય તેમની વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ

આ કેસમાં અત્યાર સુધી 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો બીજો ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવા સહિત અત્યાર સુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button