દેશમાં ફરીવાર કોરોનાએ માથું ઉચક્યું, છેલ્લા 24 કલાકમાં નવા 56 કેસ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોનાના નવા કેસ અંગે માહિતી આપવામાં આવી છે. અપડેટ કરાયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 56 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી મૃત્યુઆંક 5 કરોડ 32 લાખ નોંધાયો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યા 4 કરોડ 49 લાખ 98 હજાર 838 થઈ ગઈ છે.
કોરોના મહામારીથી હવે એટલું જોખમ નથી રહ્યું, પરંતુ કેસની હાજરી હોવાને કારણે સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. જો કે આપણા દેશમાં કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 44 લાખ 66 હજાર 366 થઈ ગઈ છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.18% નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ કોવિડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં 2020થી કોરોના મહામારી ફેલાઈ હતી. ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે લગભગ આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધી છે. 2020 અને 2021 દરમિયાન ભારત સહિત ઘણા દેશોમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. આને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી હતી.