કેરળના માનવ અધિકાર પંચની સરકારી હોસ્પિટલ માટે કરી ગજબની માગણી…

કોચીઃ ફહાદ ફાઝિલ સ્ટારર મલયાલમ ફિલ્મના શૂટિંગ બાદ વિવાદ વકર્યાના મહિનાઓ બાદ કેરળના રાજ્ય માનવ અધિકાર પંચે સરકારી હોસ્પિટલોમાં શૂટિંગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
પંચના સભ્ય વી કે બીના કુમારીએ સરકારી હોસ્પિટલોમાં ફિલ્મનું શૂટિંગ ટાળવાનો આદેશ જારી કર્યો છે. આ હોસ્પિટલોમાં ૨૪ કલાકની સુવિધા છે. રવિવારે અહીં જારી એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ જૂનમાં અંગમાલી તાલુક હોસ્પિટલમાં ફિલ્મના શૂટિંગના સંબંધમાં નોંધાયેલા કેસમાં જારી કરવામાં આવ્યો છે. પંચે તાલુક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન કરવાની ચેતવણી આપી હતી.
પંચે આરોગ્ય વિભાગના નિયામકને આ સંદર્ભે રાજ્યની હોસ્પિટલોના સુપ્રિન્ટેન્ડન્ટને જરૂરી સૂચનાઓ આપવા પણ કહ્યું છે. પંચે કહ્યું કે અંગમાલી તાલુક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સબમિટ કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવાયું છે કે ૨૭ જૂનના રોજ શૂટિંગની ભીડ હોવા છતાં દર્દીઓની સંભાળ રાખવામાં આવી હતી.
જો કે કમિશને કહ્યું હતું કે સરકારી હોસ્પિટલો એવી જગ્યાઓ છે જ્યાં લોકો સારવાર માટે જાય છે અને ત્યાં શૂટિંગ કરવાની મંજૂરી આપવી એ સ્વાસ્થ્ય વ્યાવસાયિકો દ્વારા લેવામાં આવેલી શપથની વિરુદ્ધ છે. ફિલ્મ ક્રૂ દ્વારા શૂટિંગ માટે સરકારી હોસ્પિટલ પસંદ કરવી અયોગ્ય હોવાનું નોંધતા પેનલે જણાવ્યું કે સ્વાસ્થ્ય અધિકારીઓએ આવા કિસ્સાઓમાં વધુ સર્તક રહેવું જોઇએ.