નેશનલ

મંકી પોક્સને લઈ હેલ્થ મિનિસ્ટ્રી હરકતમાંઃ વિદેશથી આવેલા યુવકને કરાયો આઈસોલેટ…

નવી દિલ્હીઃ કોરોના મહામારી પછી અન્ય બીમારીઓને સરકાર સતર્ક બની છે, જેમાં અત્યારના સંજોગોમાં મંકી પોક્સને સરકાર સતર્ક બની છે. તાજેતરમાં ભારતમાં વિદેશથી આવેલા એક પુરુષ પ્રવાસીમાં મંકી પોક્સના લક્ષણો જણાઈ આવતા તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. ઉપલબ્ધ અહેવાલ મુજબ આ દર્દી મંકી પોક્સનો રોગ વ્યાપક હોય તેવા દેશમાંથી ભારત આવ્યો છે. હાલમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તમામ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે. દર્દીને નિયુક્ત હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને તેની હાલત હાલમાં સ્થિર છે.

આ પણ વાંચો : Coronaની જેમ Monkeypoxના દર્દી માટે પણ આઈસોલેશન જરૂરીઃ જાણો AIIMSએ શું કહ્યું

મંકી પોક્સની હાજરીની પુષ્ટિ કરવા માટે દર્દી પાસેથી નમૂના લેવામાં આવ્યા છે. કેસ સ્થાપિત પ્રોટોકોલ મુજબ સંચાલિત કરવામાં આવી રહ્યો છે અને સંભવિત લક્ષણોને ઓળખવા અને દેશમાં તેની અસરનું મૂલ્યાંકન કરવા માટે સંપર્ક ટ્રેસિંગ ચાલુ છે.

જોકે, દર્દી કયા રાજ્યનો છે અને તે કયા દેશમાંથી આવ્યો છે અથવા ભારત આવ્યા બાદ તેની કોની સાથે મુલાકાત થઈ છે, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એમપોક્સ અથવા મંકી પોક્સ આફ્રિકાથી ફેલાયો છે અને હવે તે વિશ્વના ૭૦થી વધુ દેશોમાં પ્રસર્યો છે.

આ પણ વાંચો : Monkeypox ના સંભવિત ખતરાને લઇને ભારતમાં સતર્કતા, કેન્દ્ર સરકારે જાહેર કર્યા આ નિર્દેશ

મંકી પોક્સના કારણે અત્યાર સુધીમાં સેંકડો લોકોના જીવ ગયા છે. આ જોખમને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક બેઠક યોજી અને ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી હતી. વ્હુએ મંકી પોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે.

મંકીપોક્સનો પ્રથમ કેસ ૧૯૫૮માં નોંધાયો હતો. જ્યાં સંશોધન માટે વાંદરાઓને કોલોનીમાં રાખવામાં આવ્યા હતા. ૧૯૭૦માં કોંગો (ડીઆરસી)માં પ્રથમ વખત મનુષ્યોમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા. મનુષ્યોમાં ફેલાયેલો આ પહેલો કેસ હતો. આ પછી અન્ય મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશોમાં લોકોમાં મંકીપોક્સના કેસ નોંધાયા હતા. આફ્રિકાની બહાર અમેરિકા, ઈઝરાયેલ, સિંગાપોરમાં કેસ જોવા મળ્યા છે. યુકેમાં ૨૦૧૮માં પ્રથમ વખત કેસ નોંધાયો હતો.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…